ગુજરાત ફર્સ્ટ : હવે વોલ્વો બસ હંકારશે મહિલા ડ્રાઈવર, કન્ડક્ટર પણ રહેશે મહિલા જ

દેશમાં ગુજરાત પહેલું એવું રાજ્ય છે કે, જ્યા વોલ્વો બસ મહિલા ડ્રાઈવર ચલાવતી થશે. આ પહેલા પણ એસટી નિગમે મહિલા કંડકટર રાખીને સશક્તિકરણનો અર્થ ખરા અર્થમાં સાબિત કર્યો હતો. અને હવે રાજ્યની એસટી સંચાલિત વોલ્વો બસોમાં મહિલા ડ્રાઈવર નજરે પડશે.

હાલમાં પાંચ મહિલાઓની બેંગ્લોર ખાતે ટ્રેનિંગ ચાલી રહી છે. એપ્રિલ 2020માં તેમની આ ટ્રેનિંગ પૂર્ણ થશે અને અમદાવાદ સુરત ચાલતી વોલ્વો બસોમાં મહિલા ડ્રાઈવર હશે. સાથે જ કંડકટર પણ મહિલા રાખવામાં આવશે.

દેશમાં ગુજરાત પહેલું એવું રાજ્ય છે કે, જ્યાં વોલ્વો બસ મહિલા ડ્રાઇવર ચલાવતી હશે. આજે ફ્લાઇટની પાયલોટ, ટ્રેનની લોકો પાયલોટ, આઇએએસ અને આઇપીએસ સહિતના પદ પર મહિલાઓ ફરજ બજાવી રહી છે. ત્યારે સ્ત્રી સશક્તિકરણની વાતો ઘણી થાય છે. પરંતુ ખરા અર્થમાં એસટી નિગમ દ્વારા સાર્થક થઇ રહ્યું છે. પહેલા મહિલા કંડકટર અને હવે રાજ્યની એસટી સંચાલિત વોલ્વો બસોમાં મહિલા ડ્રાઇવર પણ નજરે પડશે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની વોલ્વો બસ હવે મહિલા ડ્રાઇવરો ચલાવનારી છે. હાલ પાંચ મહિલાઓને બેંગ્લોર ખાતે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. એપ્રિલ-2020માં ટ્રેનિંગ પૂર્ણ થતાં જીએસઆરટીસીની અમદાવાદ-સુરત વચ્ચે વોલ્વો બસ મહિલા ડ્રાઇવર ચલાવશે, કંડક્ટર પણ મહિલા હશે.