મેન્યુફેકચરીંગ ક્ષેત્રે 65 લાખ નોકરી ગઈ, તો કોર્પોરેટ, બેન્કો, ટેલિકોમમાંથી આટલા કર્મચારીઓ ઘરે બેસી ગયા

મંદીના મારના કારણે કંપનીઓ સિનિયર અને મધ્યસ્તરના કર્મચારીઓને છૂટા કરી રહી હોવાથી લાખો નોકરીઓ ગઈ છે, જ્યારે આઈ.ટી. સેક્ટરની 40 લાખ નોકરીઓ પર સંકટના વાદળો ઘેરાયા છે.

મંદીના મારના કારણે નોકરીઓની સંભાવના પણ ધૂંધળી થઈ રહી છે. લાખો લોકોની નોકરીઓ ઉપર જોખમ છે. કોસ્ટ બચાવવા માટે કંપનીઓ સિનિયર અને મધ્યસ્તરના કર્મચારીઓને કાઢી રહી છે તથા વધુને વધુ ફેશર્સને નોકરી આપી રહી છે.

ભારતીય અર્થવ્યવસ્થામાં મંદીને કારણે 2014થી અત્યાર સુધી મેન્યુફેક્ચરીંગ સેક્ટરમાં જ 65 લાખ લોકોની નોકરી ગઈ છે. આંકડાઓના વિશ્લેષણથી ખબર પડે છે કે પાછલા વર્ષોમાં બેરોજગારી રેકોર્ડ સ્તર પર રહી છે અને  જીડીપીમાં વૃદ્ધિથી પણ નોકરીઓના મોરચે કોઈ રાહત નથી મળી.

અર્થતંત્રમાં સુસ્તીથી લાખો નોકરીઓ ઉપર સંકટ છે. આઈટી ઓટો કંપનીઓ બેંક દ્વારા ખર્ચ ઘટાડવાના પ્રયાસોમાં છે. કર્મચારી વર્ગમાં ડરનો માહોલ છે કે સ્થિતિ આનાથી પણ વધુ ખરાબ થશે. મોટી મોટી આઈટી કંપનીઓએ કાં તો છટણીની જાહેરાત કરી છે અથવા તો તૈયારીમાં છે. આની સૌથી મોટી અસર મધ્યમ કે વરિષ્ઠ સ્તરના કર્મચારીઓ ઉપર પડી છે.

આઈટી સંકટના મધ્યમથી સિનિયર સ્તરના 40 લાખ કર્મચારીઓની નોકરીઓ ઉપર સંકટ છે. કંપનીઓ ફેશર્સને રાખે છે કારણ કે તેમને ઓછું વેતન દેવું પડે છે. આઈટી કંપની કોગ્નીજેન્ટે 7000 કર્મચારીઓને ઘરભેગા કર્યા છે કે પજેમિની કંપનીએ 500 કર્મચારીઓને રવાના કરી દીધા છે. ઓટો સેક્ટરની હાલત તો એક વર્ષથી ખરાબ છે જેને કારણે મે થી જુલાઈ 2019માં ઓટો સેક્ટરની બે લાખ નોકરીઓ ગઈ એટલું જ નહીં, હજુ 10 લાખ નોકરીઓ ઉપર સંકટ છે. મારૃતીએ ત્રણ હજાર અસ્થાયી કર્મચારીઓને કાઢી મૂક્યા છે. નિસાને પણ 1700 કર્મચારીઓ ઘટાડ્યા છે. મહિન્દ્રાએ 1500, કિર્લોસ્કર 6500 કર્મચારીઓને વીઆરએસ દીધું છે.

ઓઈલ ઈન્ડિયા મેન્યુ. ઓર્ગે.ના કહેવા મુજબ વર્ષ 2014થી અત્યાર સુધીમાં મેન્યુ. ક્ષેત્રે જ 35 લાખ  નોકરીઓ ગઈ છે. ટેલિકોમ ક્ષેત્રની હાલત પણ ખરાબ છે. બીએસએનએલના 75000 કર્મચારીઓએ વીઆરએસ લીધુ છે. સરકારી બેંકોના વિલયથી 11,000 કર્મચારીઓ ઉપર કાપ મૂક્યો છે. સ્ટેટ બેંકે 6789 ને ઘરે બેસાડ્યા છે. પંજાબ બેંકે 4080 ને ઘરે બેસાડ્યા છે.