કરિયાણાના વેપારીઓ માટે મોદી સરકાર લાવી રહી છે આ સ્કીમ, ઈ-કોમર્સને આપશે જોરદાર ટક્કર

નાના કરિયાણાની દુકાનને ઈ-કોમર્સ પ્લેટફોર્મ સાથે સ્પર્ધા કરવામાં મદદ માટે સરકાર નેશનલ રિટેલ ફ્રેમવર્ક તૈયાર કરી રહી છે. આ સ્કીમ અંતર્ગત, રિટેલર્સને વન-ટાઇમ નોંધણી ફી, વર્કિંગ કેપિટલ માટે નરમ લોન અને ઇલેક્ટ્રોનિક ચુકવણી જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. સરકારી અધિકારીએ ઇકોનોમિક્સ ટાઈમ્સને કહ્યું, કે “નેશનલ ફ્રેમવર્ક પર કામ શરૂ થયું છે, જેને રાજ્યો અપનાવી શકે છે.”

છૂટકને લગતી બાબતો રાજ્ય સરકાર હેઠળ છે. તમામ રાજ્યોએ આ ક્ષેત્રને લગતી જુદી જુદી નીતિઓ અપનાવી છે. માળખું તૈયાર કરવા માટે, ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગ (ડીપીઆઇઆઇટી) એ રાજ્યોને આવા સ્ટોર્સની સંખ્યા આપવા જણાવ્યું છે.

કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડ (CAIT)) ના મહાસચિવ પ્રવિણ ખંડેલવાલના જણાવ્યા મુજબ, લગભગ 65% સ્ટોર્સ એવા છે જેનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું નથી. સી.આઈ.ટી. દ્વારા ઈ-કોમર્સ કંપનીઓ સામે રિટેલર્સ તરફથી કરવામાં આવેલી ફરિયાદો અંગે નીતિ બનાવવાનું કામ  હાથ ધરવામા આવ્યું છે. ઓનલાઇન પ્લેટફોર્મ પર ડિસ્કાઉન્ટ નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો છે. જોકે, ઇ-કોમર્સ કંપનીઓએ આ આરોપોને નકારી કાઢ્યા છે.

નેશનલ પોલિસી હેઠળ સરકાર અને રિટેલર ગ્રુપ્સ વચ્ચે રાજ્યને દેવાની ગેરંટી આપવાની ચર્ચા પણ થઈ છે. આનાથી બેન્કોને દુકાનદારોને ઓછા વ્યાજ દરે લોન આપવામાં મદદ મળશે. ધિરાણ પ્રક્રિયાથી સંબંધિત દસ્તાવેજોમાં પણ ઘટાડો કરવામાં આવશે. અધિકારીએ જણાવ્યું કે, ડીપીઆઈઆઈટી નેશનલ ટ્રેડર વેલફેર બોર્ડનો કાર્યવિસ્તાર પણ વધારી રહ્યું છે.

છૂટક દુકાનદારોના ફાયદા માટે સરકારે દુકાનદારો, છૂટક વેપારીઓ અને સ્વરોજગાર માટેની પેન્શન યોજનાને પહેલાથી મંજૂરી આપી દીધી છે. 60 વર્ષની ઉંમરે તેને 3,000 રૂપિયા માસિક પેન્શન મળશે.