12 ક્લાકમાં થતું કસ્ટમ ક્લિયરન્સ હવે માત્ર 12 મીનીટમાં, જાણો કેવી રીતે

આયાતી માલને કસ્ટમ ક્લીયરન્સ ઝડપથી મળે, તેવા પ્રયાસો કસ્ટમ વિભાગ કરી રહ્યો હોવાનું જાણવા મળે છે.ભારતીય કસ્ટમ્સ વિભાગ આયાતી માલને ફક્ત 12 મિનિટની અંદર મંજૂરી આપવાની તૈયારી કરી રહ્યું છે. હાલ તેમાં 12 કલાક જેટલો સમય લાગે છે. આ કામ માનવ હસ્તક્ષેપ રહિત સૂત્રમ સ્વચાલિત સુવિધા હેઠળ સંભવીત બનશે.

સરકાર આ વ્યવસ્થા આવતા મહિનાથી લાગુ કરવા માંગે છે. જેમાં બ્લેકચેન, મશીન લર્નિગ અને કૃત્રિમ બુદ્ધિમતાનો ઉપયોગ કરાશે. મશીન થકી માલના નિકાલની સુવિધા શરૃઆતમાં 3800 આયાતકારો માટે રજૂ કરાશે.

આ આયાતકારોને કસ્ટમ વિભાગ પૂરા અધિકૃત આર્થિક ઓપરેટર (એઈઓ) હેઠળ માન્યતા આપવામાં આવી છે કે જો જોખમ શરતોને પૂરા કરે. કુલ આયાતમાં તેમની હિસ્સેદારી લગભગ 40 ટકા છે. કસ્ટમના સૂત્રો જણાવે છે કે, ભવિષ્યને ધ્યાનમાં રાખી સુધારા લાગુ કરવામાં આવશે કે જેનાથી મશીન થકી એ માલને મંજૂરી કે ક્લીયરન્સ અપાશે જેને જોખમ મુક્ત ગણવામાં આવેલ હોય, આ સુવિધા શરૃઆતમાં સરકારી માન્યતા પ્રાપ્ત ઓપરેટરોને જ અપાશે.

આ આયાતકારોનું અનુપાલનનું રેકોર્ડ પણ સારૃં થયું છે. આ વ્યવસ્થામાં માલને અધિકારીઓ દ્વારા તપાસની રાહ જોવી નહિ પડે. આ પગલાથી સમય અને પૈસા બન્ને બચશે. વિશ્વ બેંકના વ્યાપાર સુગમતાના આંકમાં ભારતની સ્થિતિ સુધારવાની તક મળશે. આ વર્ષે ભારત ૧૪મા સ્થાનેથી સુધારીને 63મા ક્રમે રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુંબઈના ન્હાવા-શેના બંદરે આયાત માટે 82 કલાક લાગે છે પણ કસ્ટમ તપાસ અને મંજૂરી માટે માત્ર 12 કલાક લાગે છે પણ મશીનથી મંજૂરીપત્ર મળતા માત્ર 12 મિનિટ લાગે, તેવી વ્યવસ્થા થઈ શકશે.

લગભગ 60 ટકા દરિયાથી કાર્ગોને કસ્ટમની મંજૂરી મળવામાં 72 કલાકથી વધુ સમય લાગે છે. સરકાર નિકાસ માટે પણ મશીનની મંજૂરી આપવાની વ્યવસ્થાનું મૂલ્યાંકન કરી રહી છે. આ માટે ફેક્ટરી સ્તરે પણ ઈલેક્ટ્રોનિક સીલની સુવિધા શરૃ કરશે. ફેક્ટરીથી નીકળતા દરેક કન્ટેનર પર ઈ-સીલ લાગશે.