પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાને પ્રથમ ગ્રાસે મક્ષિકા: 37 ટકા જેટલા ખેડૂતોને જ લાભ

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ માત્ર 37 ટકા ખેડૂતોને જ મળ્યો છે. આ માટે રૃપિયા 75 હજાર કરોડનું ફંડ ફાળવાયું છે, અને ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી માત્ર 28 હજાર કરોડનો જ ખર્ચ થયો છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને મળતા ફંડના આંકડા જારી થયા છે. જે અનુસાર જારી થયેલા કુલ ફંડમાંથી વર્તમાન નાણાકીય વર્ષના શરુઆતી સાત મહિનાઓમાં માત્ર 37 ટકા ખેડૂતોને જ તેનો લાભ મળ્યો છે.

ગઈકાલે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે લોકસભામાં જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2019-20 માં ખેડૂતો માટે યોજના હેઠળ 75,000 કરોડ રૃપિયાનું ફંડ જારી કરાયું છે અને ઓક્ટોબરના અંત સુધીમાં 29,937.26 કરોડની રકમ ખર્ચ કરવામાં આવી છે.

અત્રે એ નોંધનીય છે કે, ચાલુ નાણાકીય વર્ષ પૂરૃં થવામાં હવે માત્ર ચાર મહિના જ બાકી રહ્યા છે. એવામાં એ બાબતની આધાર સંભાળનાર છે કે પીએમ કિસાન યોજના હેઠળ જે રકમ જારી થઈ ગઈ છે તેમાં ઘણું મોટું ધન બચી જાય.

તેમણે કહ્યું હતું કે, નાણાકીય વર્ષ 2019-20 ના જાહેર કરાયેલી 75,000 કરોડ રૃપિયાના ફંડમાંથી લગભગ 29,937.26 કરોડની રકમ ખર્ચાઈ ગઈ છે જેમાં રાજ્યોને અપાયેલ વહીવટી ખર્ચ પણ સામેલ છે. યોજના પાછળ ધીમી ગતિએ કેમ ચાલે છે તેનું કોઈ સ્પષ્ટ કારણ આપ્યું નહોતું. આ યોજના હેઠળ લાભ બેંક ખાતામાં જમા થાય છે. અત્યાર સુધી તેનો યોગ્ય-સાચો ડેટા પોર્ટલ પર રાજ્યો દ્વારા અપલોટ થયો હોય, તેને જ લાભ અપાયો છે.

નાણાકીય વર્ષ પૂરૃં થયે ફંડની વાસ્તવિક સ્થિતિની જાણ થશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, 2018-19 માં સરકારે કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયના સંશોધિત અનુમાનો માટે પીએમ કિસાન યોજના માટે 20,000 કરોડ ફાળવ્યા હતાં, જો કે 25 જૂને તોમરે કહ્યું હતું કે, લાભાર્થીઓને છેલ્લા નાણાકીય વર્ષમાં પહેલા હપ્તા પેટે રૃપિયા 6662 કરોડ ચૂકવાયા હતાં.

અત્રે એ નોંધનીય છે કે, આ યોજના હેઠળ લાભાર્થીને દર વર્ષે 6000 જમા  કરાયા હતાં જે 2000 ના હિતમાં અપાય છે. ઓનલાઈન ખાતામાં જમા રકમ થઈ જાય છે. પીએમ મોદીએ પહેલી ફેબ્રુઆરીના વચગાળાના બજેટમાં આ યોજના જાહેર કરી હતી.