વીડિયો: શ્રીલંકાના આ યુવાન બોલરની બોલીંગ એક્શન જોઈને તમારી આંખો થઈ જશે પહોળી

શ્રીલંકાએ અજબગજબ બોલીંગ એક્શન ધરાવતા અનેક બોલરો આપ્યા છે. લસિથ મલીંગાની બોલીંગ એક્શનનો વિવાદ ખાસ્સો ચાલ્યો હતો. આવા બોલરોની યાદીમાં તાજેતરમાં નવુ નામ ઉમેરાયું છે, અને તે નામ છે શ્રીલંકાનાં 21 વર્ષીય સ્પીનર કેવિન કોથીગોડાનું. કેવિનના કોચ ધામિકા સુદર્શને કેવિનની બોલિંગ એક્શનની સરખામણી દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ સ્પિનર પોલ એડમ્સ સાથે કરી છે.

કેવિન હાલમાં અબુધાબી ટી-10 લીગમાં બંગાળ ટાઈગર્સ તરફથી રમી રહ્યો છે. તેની આશ્ચર્યજનક બોલિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

જૂઓ વીડિયો…

જોકે, કેવિને કહ્યું છે કે તેણે ક્યારેય એડમ્સની બોલિંગ જોઇ નથી અને એડમ્સની બોલીંગ એક્શન ત્યારે જ જોઈ જ્યારે કે મારી બોલિંગ એક્શનની તુલના તેમની બોલીંગ સાથે કરવામાં આવી.

કેવિને કહ્યું, ‘હું શરૂઆતથી આ પ્રકારની બોલિંગ કરું છું. શ્રીલંકામાં અંડર -13, 15, 17 અને 19 ક્રિકેટ રમતી વખતે મેં મારી બોલીંગમાં કોઈ ફેરફાર કર્યો ન હતો.

કેવિને કહ્યું, ‘શરૂઆતના દિવસોમાં હું મારા પિતા સાથે ટેનિસ બોલ રમતો હતો. અને ત્યાંથી મેં આ બોલિંગ એક્શન અપનાવી.