Reliance Jioએ કર્યું ટેરિફ વધારવાનું એલાન, તમામ પ્લાન થઈ જશે મોંઘા

Relinace Jioએ તેના ટેરિફના ભાવ વધારવાની જાહેરાત કરી છે. તાજેતરમાં રિલાયન્સ જિઓએ નોન જિઓ ક કોલીંગ માટે પૈસા લેવાનું શરૂ કર્યું છે અને આ માટે નવા પેક પણ શરૂ કરવામાં આવ્યા છે.
વોડાફોન આઈડિયા અને એરટેલ જેવી અન્ય ટેલિકોમ કંપનીઓએ પણ પહેલી ડિસેમ્બરથી ટેરિફના ભાવમાં વધારો કરવાની ઘોષણા કરી છે. આ વધેલા ભાવ પ્રીપેડ અને પોસ્ટપેડ બંને માટે લાગુ થશે.

Relinace Jioએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, ‘મીડિયા અહેવાલોમાં જેવી રીતે આવી રહ્યું છે તે અમે સમજીએ છીએ કે ટ્રાઇ ટેલિકોમ ટેરિફ અંગે પરામર્શ પ્રક્રિયા શરૂ કરવા જઇ રહ્યું છે. અન્ય ઓપરેટરોની જેમ, અમે પણ સરકાર સાથે કામ કરીશું અને નિયમનકારી શાસનને મજબુત કરીશું, જેથી ભારતીય ગ્રાહકોના ફાયદા માટે ઉદ્યોગને મજબૂત બનાવવામાં આવે. અમે આગામી કેટલાક અઠવાડિયામાં ટેરિફના ભાવમાં વધારો કરીશું.

હાલમાં કંપનીએ કઈ યોજનામાં કેટલા રૂપિયા વધારવામાં આવશે તે જણાવ્યું નથી, પરંતુ ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે. વોડાફોન આઈડિયા અને એરટેલે પણ જાહેરાત કરી છે કે પહેલી ડિસેમ્બરથી ટેરિફ વધારવામાં આવી રહ્યા છે. આ બંને કંપનીઓએ પણ હજી સુધી સ્પષ્ટતા કરી નથી કે યોજના પર કેટલા વધારાના પૈસા ચૂકવવા પડશે.

તમામ કંપનીઓએ ટેરિફ વધારવા માટે સરકાર દ્વારા વસૂલવામાં આવતા એજીઆર ટાંક્યા છે. જોકે વોડાફોન આઈડિયા અને એરટેલને વધુ પૈસા ચૂકવવા પડશે.