અમદાવાદ: નિત્યાનંદના આશ્રમમાંથી દિકરીઓને મૂક્ત કરાવવા માતા-પિતાએ ભર્યું આવું પગલું, જાણો શું કર્યું

કર્ણાટકના દંપતીએ અમદાવાદના સ્વયંભુ બાબા નિત્યાનંદના આશ્રમ સામે ગુજરાત હાઇકોર્ટના દ્વારા ખટખટાવ્યા છે. દંપતીએ કોર્ટને તેમની બંને પુત્રીને સોંપવા જણાવ્યું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે નિત્યાનંદ દ્વારા સંચાલિત આશ્રમમાં તેમની પુત્રીને ગેરકાયદેસર રીતે બંધક બનાવી લેવામાં આવી છે.

અરજદાર જનાર્દન શર્મા અને તેમની પત્નીએ કોર્ટને જણાવ્યું હતું કે તેઓએ તેમની ચાર પુત્રીને વર્ષ 2013માં બેંગાલુરુમાં સ્વામી નિત્યાનંદ સંચાલિત શૈક્ષણિક સંસ્થામાં દાખલ કરી હતી અને તેમની ઉંમર 7 થી 15 વર્ષની વચ્ચે હતી. જ્યારે તેમને ખબર પડી કે તેમની દીકરીઓને આ વર્ષે નિત્યાનંદ ધ્યાનપીઠમની બીજી શાખા યોગિની સર્વજ્ઞપીઠમમાં મોકલવામાં આવી છે, ત્યારે તેમણે તેઓને મળવાનો પ્રયત્ન કર્યો. આ શાખા અમદાવાદની દિલ્હી પબ્લિક સ્કૂલના પરિસરમાં આવેલી છે.

અરજદારે આરોપ લગાવ્યો કે સંસ્થાના અધિકારીઓએ તેમને તેમની પુત્રીને મળવા દીધા નથી. અરજી મુજબ પોલીસની મદદથી તેઓ સંસ્થામાં ગયા અને તેમની બન્ને સગીર પુત્રીને પરત લાવ્યા પરંતુ તેમની મોટી દીકરીઓ લોપમુદ્રા જનાર્દન શર્મા (21) અને નંદિતા (18) એ તેમની સાથે જવા દેવાનો ઇનકાર કરી દીધો.

તેમણે આરોપ લગાવ્યો કે તેમની બે સગીર પુત્રીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું અને બે અઠવાડિયાથી વધુ સમય સુધી ગેરકાયદેસર રીતે બંધક બનાવવામાં આવી હતી અને તેમને મળવાની છૂટ નહોતી મળી. આ અંગે તેમણે સંસ્થાના અધિકારીઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે.

અપીલમાં શર્મા દંપતીએ કોર્ટને પોલીસની મદદથી અને સંસ્થાના અધિકારીઓને તેમની દીકરીઓને સોંપવાની માંગ કરી છે. આ સાથે દંપતીએ સંસ્થામાં રહેતા સગીર બાળકોના મામલામાં તપાસની અપીલ કરી છે. જૂન 2018માં કર્ણાટકની કોર્ટે બળાત્કારના કેસમાં સ્વયંભૂ બાબા સામે આરોપો ઘડ્યા હતા.