ઈસરો દ્વારા તા. 25 મી નવેમ્બરે અમેરિકાના સેટેલાઈટો સાથે કાર્ટોસેટ-3 લોન્ચ કરવામાં આવશે. જે સૈન્ય સુરક્ષા માટે ઉપયોગમાં લેવાશે.
ઈસરો ચંદ્રયાન-ર લોન્ચ કર્યા બાદ હવે નવા અભિયાન માટેની તૈયારી કરી રહ્યું છે. આંધ્રપ્રદેશના શ્રી હરિકોટાથી 25 નવેમ્બરની સવારે 9.28 વાગ્યે એડવાન્સ્ડ રિમોટ સેન્સિંગ સેટેલાઈટ કોર્ટેસેટ-૩ રજુ કરવાની યોજના છે.
સ્પેસ એજન્સીના સુત્રોના જણાવ્યું હતું કે ઈસરોનું લોન્ચિંગ વ્હિકલ પીએસએલવી-સી 47 કાર્ટોસેટ-૩ને અંતરિક્ષમાં 509 કિમી અંતરે ભ્રમણ કક્ષામાં 13 નાના કોમર્શિયલ ઉપગ્રહ પણ મોકલવામાં આવશે. જાણકારી પ્રમાણે તેનો ઉપયોગ હવામાનની જાણકારી અને અન્ય સૈન્ટ સુરક્ષા માટે કરવામાં આવશે.
કાર્ટાેસેટ-3નું વજન આશરે 1500 કિલોગ્રામ છે. તે થર્ડ જનરેશનના એડવાન્સ્ડ હાઈ રિઝોલ્યુશનવાળા અર્થ ઈમેજીંગ સેટેલમાઈટ્સમાં પ્રથમ હરોળનું પૃથ્વીની કક્ષામાં તેને 97.50 ડિગ્રી ઝુકેલી સ્થિતિમાં સ્થાપિત કરવામાં આવશે. 22મી જુલાઈના રોજ ચંદ્રયાન-2 લોન્ચ કરવામાં આવ્યું હતું જો કે સાતમી સપ્ટેમ્બરના રોજ તે ચંદ્રની સપાટી પર સોફટ લેન્ડીંગ કરવામાં નિષ્ફળ રહ્યું હતું. ઈસરોના પાછળના નિયમિત રીતે કામ કરનારા ઉપગ્રહ આરઆઈએસએટી-રબી હતો, જેને રરમી મેના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો.