ગુજરાત બાદ દિલ્હી અને ઉત્તરાખંડની ધરા ધ્રુજી, 5.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા

ગુજરાત પછી દિલ્હી અને ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.૦ના સ્કેલ પર નોંધાયા છે. જો કે હજી સુધી કોઈ પણ પ્રકારનું નુકસાન થયાના સમાચાર નથી. દિલ્હી ઉપરાંત ઉત્તરાખંડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.

ભૂકંપના ઝટકા અનુભવાયા પછી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. લોકો ઓફિસો અને ઘરની બહાર ભાગ્યા હતા. જોકે, આ ભૂકંપને કારણે કોઈ પણ પ્રકારનાં જાન-માલના નુકસાનના સમાચાર નથી. આ આંચકા સવારે 7.01 વાગ્યે અનુભવાયા હતા.

મળતી માહિતી મુજબ ભારત-નેપાળ સરહદ પર ભૂકંપનું કેન્દ્ર હોવાનું જાણવા મળ્યું છે. તમને જણાવી દઇએ કે સોમવારે ગુજરાતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુનાઇટેડ સ્ટેટ્સ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર નેપાળના ખપતાડ નેશનલ પાર્કની નજીક હોવાનું નોંધાયું છે.

યુએસ એજન્સી અનુસાર ભૂકંપનું કેન્દ્ર જમીનથી 1.3 કિલોમીટર નીચે હતું. 2015માં નેપાળમાં ભૂકંપના કારણે ભારે વિનાશ થયો હતો. આ ભૂકંપને કારણે હજારો લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ ભૂકંપમાં નેપાળને ઘણું વિનાશ સહન કરવું પડ્યું.

આ અગાઉ સોમવારે ગુજરાતમાં આંચકા અનુભવાયા હતા. ગુજરાતના ભુજમાં સોમવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.3 માપવામાં આવી હતી. ભચાઉ એ આ ભૂકંપનું કેન્દ્ર હતું. જોકે, આ ભૂકંપમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

ગાંધીનગરની સિસ્મોલોજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (આઇએસઆર) ના જણાવ્યા અનુસાર, કચ્છ જિલ્લાના ભચાઉના 23 કિમી એનએનઇ (ઉત્તર-ઉત્તર-પૂર્વ) માં સોમવારે સાંજે 7.01 વાગ્યે ભૂંકપના ઝટકા અનુભવાયા હતા. આ ભૂકંપથી કોઈ જાનહાનિ કે નુકસાનની જાણ થઈ નથી.