સલમાન ખાનની હિરોઈન બનેલી આ અભિનેત્રી કરી રહી છે ગુજરાતી ફિલ્મમાં એન્ટ્રી, ગુજરાત-11 હશે પ્રથમ ફિલ્મ

સલમાન ખાન સાથે “જય હો” ફિલ્મથી બોલિવુડ કરિયરની શરૂઆત કરનાર ડેઝી શાહ હવે ગુજરાત-11થી ઢોલિવુડમાં એન્ટ્રી કરી રહી છે. ડેઝીની પહેલી ગુજરાતી ફિલ્મ પણ ઢોલિવુડની પહેલ-વહેલી સ્પોર્ટ્સ ફિલ્મ છે.

જયંત ગિલાટર લિખિત અને દિગ્દર્શિત ફિલ્મમાં ડેઝી ઉપરાંત પ્રતીક ગાંધી, કવિન દવે અને ચેતન દહિયા જેવા અનેક કલાકાર જોવા મળશે. ફિલ્મમાં મુંબઈ-ગુજરાત મળીને 150થી વધુ કલાકાર કામ કરી રહ્યા છે.

ગુજરાત-11ને હરેશ પટેલ, એમ. એસ. જૉલી, યશ શાહ અને જયંત ગિલાટરના એચ. જી. પિક્ચર્સ, પ્રોલાઇફ એન્ડ પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડ, વાય. ટી. એન્ટરટેઇન્મેન્ટ લિમિટેડ અને જે. જે. ક્રિએશન્સ પ્રોડક્શન બેનર હેઠળ પ્રોડ્યુસ કરવામાં આવી છે.

દિલીપ રાવલે લખેલાં ગીતોને સ્વબદ્ધ કર્યા છે રૂપકુમાર રાઠોડે. ઝી મ્યુઝિક ગુજરાતીએ ફિલ્મના ઑડિયો રાઇટ્સ લીધા છે. આ ફિલ્મ 29 નવેમ્બર 2019ના રોજ રિલીઝ થઈ રહી છે.