અમેરિકામાં રહેતા ગુજરાતી NRI સાથે છેતરપિંડી, જેતપુરની બેન્કના આસિસ્ટન્ટ મેનેજરે 1.71 કરોડ ઉસેટી લીધા

મૂળ જેતપૂરના વતની અને હાલ સાઉથ અમેરીકામાં રહેતા NRI સાથે જૂનાગઢની ખાનગી બેંકના આસિસ્ટન્ટ મેનેજરે રોકાણ કરવાના બહાને વિશ્વાસ કેળવી 1.71 કરોડની રકમની છેતરપીંડી કરી ઠગાઈ કરતા જેતપૂર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગેની વિગત મુજબ જેતપૂર બાવાવાળા પરા જિણાબોખાના કુવો શેરી-6માં રહેતા અને હાલ 14 વર્ષથી સાઉથ અમેરિકામાં વસવાટ કરતા અને હાલ અમદાવાદ સ્થાઈ થયેલા સોહિલ કુમાર પ્રવિણભાઈ ચોવટીયા ઉ.40 નામના પટેલ યુવાને જેતપૂર સીટી પોલીસમા ફરિયાદ નોંધાવી છે કે જૂનાગઢના ઝાંઝરડા રોડ પર તીર્થ એપાટર્મેન્ટમાં રહેતા અને અગાઉ જૂનાગઢની આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમા આસી. મેનેજર તરીકે નોકરી કરતો પરેશ મોહનભાઈ મેનપરા નામના પટેલ શખ્સે લોભામણી સ્ક્રીમમાં રોકાણ કરવાની લાલચ આપી હતી.

સોહિલભાઈના પત્ની મનિષાબેનના નામે બીરલા સન લાઈફ મ્યુચ્યુઅલમાં અલગ અલગ સમયે અલગ અલગ રકમનું કુલ 1.71 કરોડનું રોકાણ કરાવ્યા બાદ સોહિલ ભાઈની પત્ની મનિષાબેનના બેંક એકાઉન્ટમાં અગાઉ તેનાભાઈનો મોબાઈલ નંબર  બદલાવવાના બહાને પરેશ પટેલને લલચાવી ફોસલાવી વિશ્વાસ કેળવી ઓનલાઈન વ્યવહારો કરી 1.71 કરોડ પોતાનાખાતામાં જમા કરાવી લઈ છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી ઠગાઈ કરતા જેતપૂર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

છેતરપિંડીના બનાવના પગલે પીએસઆઈ એસ.આર. ખરાડીએ એનઆરઆઈની ફરિયાદ નોંધી જૂનાગઢ ભેજાબાજ શખ્સની શોધખોળ આદરી છે.