સુરેન્દ્રનગરમાં રિટાયર PSIના પુત્રનું અપહરણ, બેભાન છોડી અપહરણકારો નાસી છૂટ્યા

સુરેન્દ્રનગર શહેરના સી.જે.હોસ્પિટલમાં જલારામ મેડિકલ સ્ટોર્સ ચલાવતા અજયસિંહ નામના યુવાનનું દુધરેજ પાસે આવેલા કામનાથ મહાદેવના મંદિર પાસેથી ગઈકાલે સાંજના સમયે ચાર શખ્સોએ અપહરણ કરીને રુપિયા પાંચ લાખની ખંડણી માગતા શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો હતો ત્યારે સુરેન્દ્રનગર શહેરના જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા તેમજ સુરેન્દ્રનગર જિલ્લા ડીવાયએસપી વાણંદ તેમજ એલસીબી પી.આઈ. ઢોલ તેમજ સિટી પી.આઈ એચ.આઇ.ગોરી તેમજ અન્ય પોલીસ સ્ટાફ સહિતના આપણને ઘટનાને લઈને નાકાબંધી કરીને પુરા પાંચ કલાક સુધી હાઈવે ઉપર છતાં નાકાબંધી કરાતા અપહરણ કરાયેલા યુવાનને અપહરણકારો સાયલા નેશનલ હાઇવે ઉપર કારમાંથી નીચે ઉતારીને બેભાન અવસ્થામાં છોડીને નાસી છૂટયા હતા.

આ યુવાને હાલમાં સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં સારવાર ધારવા માટે દાખલ કરવામાં આવ્યો છે. જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગરના રિટાયર પીએસઆઇના પુત્રને દુધરેજની પાસેના કામનાથ મહાદેવ મંદિર પાસે ચાર શકશો એકાએક ધસી આવીને યુવાનને કારમાં નાખીને અપહરણ કરીને નાસી છૂટયા હતા. ત્યારે પોલીસને જાણકારી મળતા શહેરના હાઈવે ઉપર નાકાબંધી કરવામાં આવેલ હતી.

સુરેન્દ્રનગરની મિત્ર મંડળ સોસાયટીમાં રહેતા નિવૃત પી.એસ.આઇ દોલુભા ડોડીયાના પુત્ર અજયસિંહ દૂધરેજ રોડ ઉપર આવેલા કામનાથ મહાદેવના મંદિર પાસેથી પસાર થતા હતા તેવા સમયે અજયસિંહ ફિલ્મીઢબે અપહરણ કરીને ચાર શકશો નાસી છૂટયા હતા ત્યારે આ પ્રકારના પિતાએ આ અંગે અપરણની જાણકારી આપીને સુનીલ ઉર્ફે સોનુ રબારી સામે શંકા વ્યક્ત કરી હતી.

અપહરણ થયા બાદ અજયસિંહનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો ત્યારે આમ છતાં પણ અજયસિંહના મોબાઈલના લોકેશન ઉપર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક અને એમની ટીમના લોકેશનના આધારે સાયલા હાઈવે ઉપર પહોંચે એ પહેલાં આ આદેશને હાઈવે ઉપર રાત્રીના 9.30 કલાકે સાયલા હાઇવે સર્કલ પાસેથી અજયસિંહ ગંભીર હાલતમાં મળ્યો હતો.

હાલમાં અપહરણકારો નાસી છૂટયા છે જ્યારે હાલમાં રુબરુ મુલાકાત લેતા દોલુભા ડોડીયા પોતાના પુત્ર પાસે ચારશખ્સોએ રુપિયા પાંચ લાખની ખંડણી માંગી હોવાનું જણાવવામાં આવ્યું હતું ત્યારે પોલીસની સતર્કતાને કારણે અજયસિંહ આ બાદ છૂટકારો થયો હોવાનું પણ જણાવ્યું હતું.