અમદાવાદના ગોતામાં ફરી એક વાર પાણીની ટાંકી કડડડભૂસ થઈ હતી. શરૂઆતમાં પાણીની ટાંકીની નીચે પાંચ લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ ફાયર બ્રિગેડે આ વાતનું ખંડન કર્યું છે. ગોતાના વસંત નગરમાં આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખાસ્સો વાયરલ થયો હતો.
વીડિયોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે ગોતા વિસ્તારમાં બપોરના સમયે અચાનક પાણીની ટાંકી તૂટી પડે છે. હકીકતમાં આ પાણીની ટાંકી જર્જરિત અને વર્ષો જૂની હતી. પાણીની ટાંકીને પાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પ્રયાસો કરી રહી હતી. પાણીની ટાંકીને ઉતારવાનું કામ ચાલી રહ્યું અને મજૂરો ખાવા માટે ગયા હતા ત્યારે અચાનક પાણીની ટાંકી ધડામ કરીને પડી ગઈ હતી.
જૂઓ વીડિયો…
પાણીની ટાંકી ગ્રાઉન્ડ પર આવી હતી અને આ ગ્રાઉન્ડ પર બાળકો રમે છે. જોકે, આજે સ્કૂલ ચાલુ હોવાથી બાળકો હાજર હતા નહીં. જો બાળકો હોત તો મોટી દુર્ઘટના સર્જાયા વિના રહેતે નહીં. ટાંકી પડી જતા ફાયર બ્રિગેડની સાત ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી કરી હતી. આ પહેલાં પણ અમદાવાદમાં પાણીની બે ટાંકી પડી ચૂકી છે.