મમતાની પાર્ટીની ચર્ચાસ્પદ સાંસદ નુસરત જહાં હોસ્પિટલમાં એડમિટ, થઈ છે આ તકલીફ

તૃણમૂલ કોંગ્રેસના ચર્ચાસ્પદ સાંસદ અને બંગાળની ફિલ્મ અભિનેત્રી નુસરત જહાં હોસ્પિટલમાં દાખલ છે. કહેવામાં આવે છે કે તેમને શ્વાસની તકલીફ બાદ ગત રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

નુસરત જહાં કોલકાતાની એપોલો હોસ્પિટલમાં દાખલ છે. 17 નવેમ્બરની રાત્રે નુસરતને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદના પગલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેના કારણે તે આજના સંસદમાં હાજરી આપી શક્યા ન હતા.

https://www.instagram.com/p/B49vAFtHUKx/?utm_source=ig_web_copy_link

બંગાળી ફિલ્મ ઉદ્યોગની અભિનેત્રી નુસરત જહાં બશીરહટ લોકસભા બેઠકથી ટીએમસીનાં સાંસદ છે. નુસરતનાં ઇન્સ્ટાગ્રામ પર નવીનતમ તસવીરોમાં તે પતિ નિખીલ જૈનને જન્મદિવસની શુભેચ્છા પાઠવતી જોવા મળી છે. આ તસવીરોમાં તે બંને એકદમ રોમેન્ટિક લાગી રહ્યા છે. તમને જણાવી દઈએ કે નુસરતે આ વર્ષે 19 જૂને તુર્કીમાં કોલકાતાના ઉદ્યોગપતિ નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદથી નુસરતે તેના પતિ સાથે ઘણી રોમેન્ટિક તસવીરો શેર કરી છે, જેમાં બંનેની જોડી એકદમ સુંદર લાગી રહી છે.