191 કરોડમાં વિમાન ખરીદીને લઈ કેજરીવાલનો રૂપાણી સરકાર પર હુમલો, આવી રીતે કર્યો મોટો પ્રહાર, જાણો શું કહ્યું?

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા સત્તાધારી આમ આદમી પાર્ટી લોકોમાં નવા અને જૂના કામનો ઉલ્લેખ કરી રહી છે. આ સંદર્ભમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ રવિવારે રીઠલા મત વિસ્તારના રોહિણી વિસ્તારમાં પહોંચ્યા હતા અને પીડબ્લ્યુડી વિભાગને લગતા અનેક બાંધકામોનું ઉદઘાટન કર્યું હતું. કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના વિમાન ખરીદવાના મામલે મોટો રાજકીયા હુમલો કર્યો હતો.

મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે દિલ્હીમાં રસ્તાઓના નવા બાંધકામમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ અંતર્ગત હવે રસ્તાના નવા બાંધકામ માટે જુનો રસ્તો તોડવામાં આવશે. જૂના રસ્તામાંથી નીકળતી સામગ્રીનો ઉપયોગ નવા રસ્તાના નિર્માણમાં કરવામાં આવશે. આનાથી બાંધકામના ખર્ચમાં 30 ટકાનો ઘટાડો થશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, હવે અમે મહિલાઓ માટે મુસાફરી નિ: શુલ્ક બનાવી છે. દિલ્હીની મહિલાઓ ખુશ છે. દુનિયામાં કોઈએ એવું વિચાર્યું ન હતું. વિરોધી પક્ષોએ ભારે હોબાળો મચાવ્યો હતો. લોકો પૂછે છે કે પૈસા ક્યાંથી આવે છે. નામ લીધા વિના કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી પર હુમલો કરી કહ્યું કે એક રાજ્યના મુખ્યમંત્રીએ પોતાના માટે 191 કરોડનું વિમાન ખરીદ્યું હતું. મેં મારા માટે વિમાન ખરીદ્યું નથી, મારી બહેનોની મુસાફરી મફત કરી છે.

કેજરીવાલે કહ્યું કે, જો હું મારા માટે વિમાન ખરીદતે તો વિપક્ષને તકલીફ નહીં થાત. (દિલ્હીમાં ભાજપ વિરોધ પક્ષમાં છે.) તેમણે કહ્યું કે જો મહિલાઓ માટે મફતમાં મુસાફી કરી દીધી તો એના કારણે વિપક્ષ(ભાજપ) નારાજ છે. સીએમએ કહ્યું, અમે 200 યુનિટ વીજળી મફત કરી દીધી છે. વિપક્ષી નેતાઓ પણ તેનો વિરોધ કરી રહ્યા છે.

સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીએ વિકાસની ગતિ પકડી લીધી છે. તેને અટકવા દઈશું નહીં. પાણી પુરવઠા માટેની મોટરને કાઢવાની છે. ચાર-પાંચ વર્ષમાં ઘરે ઘરે પાણી પહોંચી જશે. લંડન, પેરિસની જેમ લોકોને પાણી પુરું પાડવામાં આવશે. ચાર-પાંચ વર્ષમાં યમુનામાં સાફ સફાઇ કરશે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ જાહેરાત રોઠિની સેક્ટર 5, 6,11 16, 17 હેઠળ રિથલા વિધાનસભા મત વિસ્તારના 9, 13, 24 અને 30 મીટર રસ્તાઓના બાંધકામ કાર્યના ઉદ્ઘાટન દરમિયાન કરી હતી. તેમણે કહ્યું કે આ ટેક્નિક પહેલા પણ હતી, પરંતુ તેનો ઉપયોગ ભ્રષ્ટાચાર માટે નહોતો. નવી ટેક્નોલોજીથી રસ્તો બન્યા બાદ લોકોના મકાન નીચે અને રસ્તો અપ થવાની સમસ્યાથી પણ મુક્તિ મળશે

ઇજનેર મથુરા પ્રસાદે જણાવ્યું હતું કે બાંધકામનું કામ 50 કરોડની રકમથી કરવામાં આવશે. 10 કરોડથી 19 રસ્તા બનાવવામાં આવશે, જેની લંબાઈ 13 કિલોમીટર છે. 40 કરોડ મુખ્યમંત્રી માર્ગ નિર્માણ યોજનામાં બનાવવામાં આવશે. આનાથી 3 લાખથી વધુ લોકોને ફાયદો થશે.