ગુજરાત હાઈકોર્ટે મુખ્ય સચિવ જેએન સિંઘનો રોડ-રસ્તા મામલે લીધો ઉધડો, કહ્યું “તમને શા માટે જેલમાં ન મોકલવા જોઈએ?”

ગુજરાતના વર્તમાન મુખ્યસચિવ ડો. જગદીપ નારાયણ સિંઘનો ગુજરાત હાઇકોર્ટે ઉધડો લીધો છે. કોર્ટના ચુકાદાનું પાલન ન કરવા મુદ્દે હાઈકોર્ટે ઉધડો લીધો છે. બિસ્માર રોડ – રસ્તા અને ટ્રાફિક મામલે મુખ્ય સચિવને ગુજરાત હાઇકોર્ટએ નોટિસ પણ ફટકારી છે. અને હાઇકોર્ટે આકરા શબ્દોમાં કહ્યું છે કે, તમને શા માટે જેલમાં ન મોકલવા જોઈએ. તમને જણાવી દઇએ કે આ પહેલા સરકાર સામે ગુજરાત હાઈકોર્ટમાં કન્ટેમ્ટ અરજી થઈ હતી. મુખ્ય સચિવ જે.એન. સિંઘને જવાબ રજૂ કરવાનો હાઇકોર્ટે આદેશ કર્યો છે.અમદાવાદ શહેરના બિસ્મારરોડ રસ્તા અને ટ્રાફિકના મામલે ગુજરાતના વર્તમાન મુખ્યસચિવ ડો. જગદીપ નારાયણ સિંઘનો ગુજરાત હાઇકોર્ટે ઉધડો લીધો છે.

ગુજરાત હાઇકોર્ટમાં સરકાર સામે થયેલી કન્ટેમ્ટ અરજીના અનુસંધાનમાં હાઇકોર્ટએ આકરૂ વલણ અપનાવ્યું છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટેએ ચીફ સેક્રેટરીને નોટિસ પણ ફટકારી છે. ગુજરાત હાઈકોર્ટેના ચુકાદાનું પાલન ન કરવા મુદ્દે જે.એન.સિંઘનો કોર્ટે ઉધડો લઇ લીધો છે. જે.એન.સિંઘ આ મામલે જવાબ રજુ કરવા કોર્ટે આદેશ કર્યો છે.

ઉલ્લેખનિય છે કે, ૧૯૮૩ની બેચના સનદી અધિકારી જે એન સિંઘ આ અગાઉ ઓક્ટોબર ૨૦૦૫થી માર્ચ ૨૦૧૩ સુધીમાં કેન્દ્રના કાપડ મંત્રાલય તથા માર્ગ અને પરિવહન મંત્રાલયમાં સંયુક્ત સચિવ તરીકે ફરજ બજાવી ચુક્યા છે.

આ ઉપરાંત હાલ તે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અતિવિશ્વાસપાત્ર સનદી અધિકારી તરીકે છે. અનામત આંદોલનો, રાજ્યસભા અને વિધાનસભા ચૂંટણીઓ, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અને અન્ય ઘણાં મહત્ત્વના સમયે તેમણે ગુજરાત સરકારમાં મુખ્ય સચિવ તરીકે નિભાવેલી જવાબદારી મુખ્યમંત્રીને સ્પર્શી ગઇ છે.