લીવ ઈન રિલેશનનો ચોંકાવનારો કિસ્સો, કોન્ટ્રાક્ટ પૂરો થતાં યુવતીએ અન્ય સાથે કર્યા લગ્ન, અને પછી શું થયું, જાણો

જામનગરમાં યુવતીએ મૈત્રી કરાર(લીવ ઈન રિલેશન)નો અંત લાવી બીજા યુવાન સાથે લગ્ન કરી લેતા ઉશ્કેરાયેલા શખ્સે પોતાના ત્રણ મિત્રને સાથે રાખી હુમલો કર્યો હતો અને આગ લગાડી હતી તેમજ વાહનમાં નુકસાન કર્યું હતું.

જામનગરના અંધાશ્રમ આવાસના બ્લોક નં. 33/4માં રહેતા વીરલભાઈ મહેન્દ્રભાઈ વાળા નામના યુવાનના ૫ત્ની જ્યોતિબેને થોડાં સમય પહેલાં સત્યમ્ કોલોની નજીકના અન્ડરબ્રીજ પાસે રહેતા યુગલ જીતુભાઈ હોંગોરીયા સાથે મૈત્રીકરાર કર્યો હતો. તે પછી યુગલ અને જ્યોતિબેન છુટા પડી ગયા હતાં અને જ્યોતિબેને વીરલભાઈ સાથે લગ્ન કરી લીધા હતાં.

આ સમગ્ર બાબતથી યુગલ હીંગોરીયા ઉશ્કેરાયો હતો. તેણે શનિવારે સાંજે વીરલભાઈના ઘેર જઈ ધમાલ મચાવ્યા પછી પોતાની સાથે રહેલા શૌકત અનવર મલેક, લાલા કિશોરભાઈ બારોટ સાથે મળી ધોકાથી માર મારી છરી બતાવી ધમકી આપી હતી જ્યારે ઘરની બહાર પડેલો પ્લાસ્ટિકનો સામાન સળગાવ્યો હતો.

આ વેળાએ ભભૂકેલી આગ ઘરની બહાર સુકવેલા કપડાંમાં અડકતા કપડાં સળગી ગયા હતાં. આટલેથી ન અટકેલા ત્રણ શખ્સો અને એક અજાણ્યાએ જીજે-10-બીકે-6572 નંબરના મોટર સાયકલમાં ધોકા મારી નુકસાન કર્યું હતું. પોલીસે વીરલ વાળાની ફરિયાદ પરથી ગુન્હો નોંધ્યો છે.