લતા મંગેશકરની તબિયત કેવી છે? વાંચો લેટેસ્ટ અપડેટ

છેલ્લા થોડા સમયથી દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરની તબીયત નાજુક હોવાને લીધે તેમને સારવાર માટે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે હોસ્પિટલના તંત્રના જણાવ્યા પ્રમાણે, હવે લતા મંગેશકરની તબીયતમાં સુધારો થઈ રહ્યો છે. પરંતુ તેમની તબીયત સારી થવામાં હજુ થોડો સમય લાગશે.

હોસ્પિટલના ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે, તેમને નિમોનિયાનું ઈન્ફેક્શન થયું છે. ઉપરાંત 11મી નવેમ્બર-સોમવારના રોજ લતા મંગેશકરને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ હતી. જે પછી તેઓને મુંબઈની કૈંડી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે હવે તેમની તબિયતમાં પહેલાં કરતા ઘણો વધુ સુધારો આવી ગયો છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે.