નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું ”એર ઈન્ડીયા અને ભારત પેટ્રોલિયમ માર્ચ-2020 સુધીમાં વેચાઈ જશે”

સરકારની માલિકી હેઠળની દેવાગ્રસ્ત બે કંપનીઓ એર ઇન્ડિયા અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનને સરકાર દ્વારા આવતા વર્ષે માર્ચ સુધીમાં વેચી દેવામાં તેવી સંભાવના છે. નાણામંત્રી નિર્મલા સીતારામણે ટાઇમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા એક ઇન્ટરવ્યુમાં આ વાત કહી હતી. નાણામંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દેશ આર્થિક તણાવનો સામનો કરી રહ્યો છે અને તેના પર લગભગ 58 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. ધ ડેઇલી સાથેની વાતચીતમાં સીતારમણે કહ્યું કે અમે આ બન્ને કંપનીઓ અંગે એવી આશા સાથે આગળ વધી રહ્યા છે કે બન્નેનું કામ આ આ વર્ષે પૂર્ણ કરી દેવામાં આવે. આનાથી ગ્રાઉન્ડ લેવલની હકીકત બહાર આવશે.

આ મહિનાની શરૂઆતમાં એર ઇન્ડિયાના અધ્યક્ષ અશ્વની લોહાનીએ એર ઇન્ડિયાના કર્મચારીઓને એક ખુલ્લો પત્ર લખ્યો હતો. તેમણે કહ્યું કે  એરલાઇન્સની સ્થિરતાને વિભાજન સક્ષમ કરી શકશે. જ્યારે સીતારમણે કહ્યું, “એર ઇન્ડિયા માટે રોકાણકારોને ભારે રસ છે.

ગયા વર્ષે સરકારે એર લાઈનમાં 76 ટકા હિસ્સેદારી અને મેનેજમેન્ટ કંટ્રોલને રદ્ કરવા માટે એર ઈન્ડીયા માટે  ઈન્ડિયા માટે EoI મંગાવી હતી પરંતુ તેને એક પણ બોલી લગાવનાર મળ્યું ન હતું. સરકાર હાલમાં એર ઇન્ડિયામાં 100 ટકા ઇક્વિટી ધરાવે છે.

એર ઇન્ડિયાના હિસ્સેદારી વેચાણને ગયા વર્ષે પણ કોઈ પ્રતિક્રિયા મળી નથી, કારણ કે રોકાણકારોને બાકીના 24 ટકા હિસ્સો સાથે સરકારની દખલની આશંકા છે, એમ એવિએશન સલાહકાર કંપની સેન્ટર ફોર એશિયા પેસિફિક એવિએશનના અહેવાલમાં જણાવાયું છે. હવે તે અવરોધ દૂર કરવામાં આવ્યો છે.

પાછલા નાણાકીય વર્ષમાં એર ઇન્ડિયાને આશરે 4600 કરોડ રૂપિયાનું ઓપરેટિંગ નુકસાન થયું છે. તેલના ઉંચા ભાવ અને વિદેશી વિનિમયની ખોટને કારણે આવું બન્યું છે. પરંતુ દેવામાં ડૂબેલી કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર 2019-20માં આ કામગીરી નફાકારક થવાની ધારણા છે.

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ) ના કિસ્સામાં, સચિવોના જૂથે સરકારનો 53.29  ટકા હિસ્સો વેચવા માટે ઓક્ટોબરમાં સંમતિ આપી હતી.