શિવસેનાના સુપ્રીમ બાલાસાહેબ ઠાકરેની પુણ્યતિથિ પર મહારાષ્ટ્રના રાજકારણના ઘણા દિગ્ગજો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. પાર્ટી લાઇનથી ઉપર ઉઠતાં શિવસેના જ નહીં કોંગ્રેસ, એનસીપી અને ભાજપના નેતાઓ બાલ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
બાલા સાહેબને શ્રદ્ધાંજલિ આપવા માટે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ શિવાજી પાર્કમાં પહોંચ્યા હતા. જ્યારે દેવેન્દ્ર ફડણવીસ બાલ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપીને પરત ફરી રહ્યા હતા ત્યારે ત્યાં હાજર શિવસૈનિકોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા. શિવ સૈનિકોએ અહીં ‘કોની સરકાર, શિવસેનાની સરકાર’ ના નારા લગાવવાનું શરૂ કર્યું.