ચોંકાવનારો રિપોર્ટ: ગુજરાતમાં 19 ટકા વીજ ઉત્પાદનમાં ઘટાડો

દેશમાં મંદીના કારણે ઉદ્યોગો-વ્યાપાર સહિતના ક્ષેત્રે ઉત્પાદન ઘડી ગયું છે, તેથી વીજળીની માંગમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આ પ્રકારની ઘટના દસ વર્ષમાં પહેલી વખત બની છે.

દેશમાં મંદીની અસર એટલી હદે છે કે, દેશમાં વીજળીનો વપરાશ ઘટી ગયો છે. તેનું સૌથી મોટું ઉદાહરણ ઔદ્યોગિક અને ઘરેલુ ઉપભોગની ડિમાન્ડમાં ઘટાડો થવાનો છે. સ્થિતિ એવી છે કે ૧૩૩ થર્મલ પાવર સ્ટેશનને બંધ કરવાનો વારો આવ્યો છે. તા. 11 નવેમ્બરે કોલસાના 262 લિગ્નાઈટ અને ન્યુક્લિયર યુનિટ્સને વિવિધ કારણોના લીધે બંધ કરવો પડ્યો તેમાંથી ડિમાન્ડમાં ઘટાડાના કારણે અંદાજે 133યુનિટ્સ બંધ કરવામાં આવ્યા છે.

ગ્રિડ પ્રબંધકોની સાથે ફાળવવામાં આવેલા આંકડા અને ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ દ્વારા કરેલા વિશ્લેષણ મુજબ દેશની કુલ સ્થાપિત ઉત્પાદન ક્ષમતા 3,63,370 મેગાવોટની 7 નવેમ્બરે સૌથી વધુ ડિમાન્ડ અડધાથી વધુ ઓછી 1,88,072 મેગાવોટ રહી. ઉલ્લેખનિય છે કે, ભારત ઉત્તર અને પશ્ચિમ ભાગમાં કુલ 119 થર્મલ પાવર સ્ટેશન્સ છે. જેને રિઝર્વ શટડાઉનનો સામનો કરવો પડ્યો છે. એટલે કે માંગમાં ઘટાડા લીધે યુનિટ્સને બંધ કરવો પડ્યો છે.

સેન્ટ્રલ ઈલેક્ટ્રીસિટી ઓથોરીટી દ્વારા 7 નવેમ્બર ચાલુ ઓપોરેશન પરફોમર્સ રિપોટમાં જણાવવામાં આવ્યું છે કે, જે દરેક યુનિટ્સને ફોર્સ્ડ શટડાઉનનો સામનો કરવો પડ્યો તેની કુલ ક્ષમતા 65,133 મેગાવોટથી પણ વધુની હતી. ચિંતાની વાત એ છે કે તેમાંથી પણ વધુ પડતા યુનિટ્સને અમુક દિવસ કે અમુક મહિના માટે બંધ રાખવામાં આવ્યા છે. જો કે આ ઉપરાંત આધિકારિક આંકડા પર નજર કરીએ તો સામાન્ય રીતે વોટર વોલ ટ્યૂબમાં લીકેજ જેવી ટેકનિકલ કારણોના લીધે ડઝનથી પણ વધુ પ્લાન્ટ બંધ પડ્યા છે.

સીઈએના સૂત્રોના આંકડાના જણાવ્યા મુજબ આ ખરાબીને ઠીક કરવામાં માત્ર થોડાક દિવસનો સમય જ લાગે છે, પરંતુ હકીકત એ છે કે એ ઘણાં દિવસો સુધી એવી જ રીતે રહે છે અને સામાન્ય રીતે બહાર એ સંદેશા ફેલાય છે કે માંગ ઘટવાના કારણે વીજળીનો વપરાશ ઘટી ગયો છે. ઉલ્લેખનિય છે કે, રાષ્ટ્રીય સ્તર પર ઓક્ટોબર અને મધ્ય નવેમ્બર પછી ડિમાન્ડમાં તેજી આવે છે, પરંતુ આ વર્ષે મોનસુન લંબાવાથી અને શિયાળા જલ્દી શરૃ થવાના કારણે તેને વપરાશના ટ્રેન્ડ પર આંશિક પ્રભાવ માંગમાં વર્ષે દર વર્ષના હિસાબથી 13 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. સીઈએના જણાવ્યા મુજબ ઔદ્યોગિક રાજ્ય ગુજરાત અને મહારાષ્ટ્રમાં વીજળીની માંગ મુજબ તેજીથી ઘટ્યો છે. ગુજરાતમાં 19 ટકા અને મહારાષ્ટ્રમાં 23 ટકા વીજ ઉત્પાદન ઘટી ગયું હોવાનું પણ જાણવા મળે છે.