ફ્રાન્સમાં આ કારણોસર ત્રણ લાખ ઘરોની વીજળી થઈ ડૂલ

દક્ષિણ-પૂર્વ ફ્રાંસમાં ભારે બરફવષાર્ના કારણે લગભગ 3,00,000 ઘરોમાં વિજળી પુરવઠો ઠપ્પ થઈ ગયો છે. ભારે બરફવષાર્ના કારણે ટ્રેન સેવા અને રોડ પરના ટ્રાફિકની સ્થિતિ વિકટ બની છે. એકનું મોત થયું હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે.

બીજી તરફ, આ કુદરતી આફતમાં એક વ્યિક્તનું મોત પણ થયું છે. સ્થાનિક અધિકારીઆેના કહેવા મુજબ, આ વ્યિક્ત એક વૃક્ષ પરથી બરફ હટાવી રહ્યાે હતો, ત્યારે તેના પર અન્ય એક વૃક્ષ પડ્યું હતું, જેના કારણે તેનું વ્યિક્તનું મોત થયું છે.વીજળી પુરી પાડતી કંપની એડિશને જણાવ્યું છે કે, બરફવષાર્ના કારણે કુલ 3,00,000 ઘરોમાં વીજ-પુરવઠો ખોરવાયો છે. મુખ્યત્વે ડ્રાેમ, અર્દેશે, ઇસરે અને રોન ક્ષેત્રમાં વીજ પુરવઠો ખોરવાયો છે.

કંપનીના પ્રવક્તા રોબિન દેવોગેલેરાએ કહ્યું છે કે, આ એક વિકટ સ્થિતિ છે. કારણ કે એક જ ક્ષેત્રમાં ભારે બરફવષાર્ થઈ છે, જેના કારણે વીજળીની લાઈનો અને થાંભલાઆેને મહત્વપૂર્ણ નુકસાન થયું છે. તેમણે ઉમેર્યું કે, વૃક્ષો પડવાથી ટ્રાન્સમિશન લાઈનોને નુકસાન થયું છે, જેના કારણે વીજ પુરવઠો ખોરવાયો છે.

હવામાન વિભાગના કહેવા મુજબ, 24 કલાકમાં આલ્પ્સ ક્ષેત્રમાં 30 સેન્ટીમીટર(1 ફૂટ) જેટલી બરફર્ષા થઈ છે અને લ્યોન એરપોર્ટ પર જ અડધા ફૂટ જેટલી બરફવષાર્ થઈ હોવાવું નોધવામાં આવ્યું છે.