સરકારી જમીન પર ગેરકાયદે કબજો જમાવવા મામલે હાઇકોર્ટે પૂર્વ પ્રધાન બાબુ બોખિરીયાને નોટિસ ફટકારી છે અને બે સપ્તાહમાં જવાબ રજૂ કરવા માટે સમય આપ્યો છે. રાજ્યના વન-મહેસૂલ વિભાગને પણ હાઇકોર્ટે નોટિસ ફટકારી છે, જેનો રાજ્યસરકારે સ્વીકાર કર્યો છે.
મહત્વનું છે કે, જામનગરના ભરડવા ગામે જંગલની જમીનને નોન એગ્રીકલ્ચર લેન્ડમાં તબદીલ કરી અન્ય હેતુ માટે તેનો ઉપોયગ થયો હોવાનું સામે આવ્યું છે. જમીનમાંથી નિકળતા લાઇમ સ્ટોન પર કબજો જમાવવા હેતુફેર કરીને જગ્યા પચાવવાનો મામલે જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જે મામલે કોર્ટે’ પૂર્વ પ્રધાન બાબુ બોખીરિયાને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે.
આ મામલે બાબુ બોખીરિયાના સંબંધીની ભાગીદારી પેઢીએ કોર્ટમાં સામેથી હાજપર થઇ જવાબ રજૂ કરવા સમય માંગ્યો છે. વિકસાવેલા જંગલનો નાશ કરીને જમીન ખાનગી પક્ષકારોને આપી દેવાના કથિત કારસાને ઉજાગર કરતી જાહેર હિતની અરજીમાં બાબુ બોખીરિયાએ બે સપ્તાહમાં જવાબ રજૂ કરવાનો રહેશે.”