21 સિટીનું ચોખ્ખા પાણીનું લિસ્ટ જાહેર, ટોપ રેન્કીંગમાં ગુજરાતનું એક માત્ર આ શહેર, બાકીના શહેરો આઉટ

દેશભરના 21 શહેરોના પાણીના નમૂનાઓની તપાસ કર્યા પછી કેન્દ્ર સરકારે કહ્યું કે મુંબઈનું પાણી સૌથી શ્રેષ્ઠ છે અને દિલ્હીનું પાણી સૌથી ખરાબ છે. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ પ્રધાન રામ વિલાસ પાસવાને આજે પાણીની ગુણવત્તાના આધારે દેશના 21 શહેરોનું લિસ્ટ બહાર પાડ્યું છે.

આ લિસ્ટમાં ટોપ પાંચ શહેરોમાં  મુંબઇ, હૈદરાબાદ, ભુવનેશ્વર, રાંચી અને રાયપુરનો સમાવેશ થાય છે. જ્યારે બાકીના શહેરોમાં અનુક્રમે અમરાવતી, સિમલા, ચંદીગઢ,, ત્રિવેન્દ્રમ, પટના, ભોપાલ, ગુવાહાટી, બેંગ્લુરુ, ગાંધીનગર, લખનૌ, જમ્મુ, જયપુર, દહેરાદૂન, ચેન્નાઈ, કોલકાતા, દિલ્હીન1 21ના લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે બ્યુરો ઓફ ઈન્ડીયન સ્ટાન્ડર્ડસ(BIS)ને દેશના વિવિધ શહેરોમાંથી પાણીના નમૂનાઓ એકત્રિત કરી તેની તપાસ કરવા અને તે મુજબ શહેરોની રેન્કિંગ જારી કરવાની સૂચના આપી હતી. આજે પાણીની ગુણવત્તાના અહેવાલ અને રેન્કિંગ બહાર પાડ્યા બાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં રામવિલાસ પાસવાને જણાવ્યું હતું કે પાણીના નમૂનાઓના 10 ધારા-ધોરણો પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

રામવિલાસ પાસવાને જણાવ્યું હતું કે મુંબઈનું પાણી દરેક ધારા-ધોરણ ઉપરથી પાસ થયું છે. જ્યારે દિલ્હીમાં આ ધોરણો પર અન્ય તમામ શહેરોની તુલનામાં સૌથી ખરાબ પ્રદર્શન છે. મંત્રીએ કહ્યું, ‘અમે કોઈ સરકારને દોષી ઠેરવી રહ્યા નથી. દિલ્હી સરકારે સમજી લેવું જોઈએ કે અમે આ મુદ્દે રાજકારણ નથી કરી રહ્યા, પરંતુ અમારો ઉદ્દેશ લોકોને શુધ્ધ પાણી પહોંચાડવાનો છે.

તેમણે કહ્યું કે પાણીની ગુણવત્તાની ચકાસણી આગળ પણ ચાલુ રહેશે. પાસવાને જણાવ્યું હતું કે  પીવાના પાણીની વધુ ત્રણ તબક્કામાં તપાસ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં તમામ રાજધાનીઓના પાણીની તપાસ કરવામાં આવશે. બીજા તબક્કામાં સ્માર્ટ સિટી વોટરનું પરીક્ષણ કરવામાં આવશે. ત્રીજા તબક્કામાં તમામ જિલ્લાઓમાં પીવાના પાણીની તપાસ કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે દરેક ઘર સુધી શુધ્ધ પાણી પહોંચાડવા માટે વડા પ્રધાન મોદીના અભિયાન તરફ આગળ વધી રહ્યા છે. તેમણે કહ્યું, ‘પીએમ મોદીએ કહ્યું હતું કે 2024 સુધીમાં અમે દરેક ઘરને શુધ્ધ પાણી પહોંચાડીશું. અમારી સરકાર આ દિશામાં કામ કરી રહી છે.