કોર્પોરેટ જગતમાં ભૂકંપ, RComનું મહાદેવું: રિલાયન્સના ડિરેક્ટર પદેથી અનિલ અંબાણીનું રાજીનામું, આ રહ્યા કારણો

બીજા ક્વાર્ટરમાં 30,142 કરોડ રૂપિયાના જંગી નુકસાન બાદ અનિલ અંબાણીએ રિલાયન્સ કમ્યુનિકેશન્સના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે. અનિલ અંબાણીની સાથે, મોટા હોદ્દા પર રહેલા અન્ય ચાર અધિકારીઓએ પણ રાજીનામા આપ્યા છે. રિલાયન્સ કમ્યુનિકેશંસ ઇન્સોલ્વન્સી પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે અને કંપનીની સંપત્તિ વેચાણ પર છે.

બીએસઈને આપવામાં આવેલી માહિતી અનુસાર અનિલ અંબાણી સિવાય છાયા વિરાણી, રૈના કરાણી, મંજરી કૈકર અને સુરેશ રંગાચરે ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે. તાજેતરમાં, વી. મણીકાંતે ડિરેક્ટર અને મુખ્ય નાણાકીય કચેરીના પદથી રાજીનામું આપ્યું હતું.

શુક્રવારે, રિલાયન્સ કમ્યુનિકેશને બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. બીજા ક્વાર્ટરમાં કંપનીને કુલ 30,142 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આ અહેવાલ બહાર આવ્યા પછી RComનો શેર 3.28 કટાથી ઘટીને 59 પૈસા થઈ ગયા હતા. અત્રે નોંધનીય છે કે ગયા વર્ષે બીજા ક્વાર્ટરમાં કંપનીને 1141 કરોડનો નફો થયો હતો.