રેલવે દ્વારા ટૂંક સમયમાં ચા, નાસ્તો અને ખાવાનું મોંઘું થઈ જવાના તેવા સંકેતો ખાદ્યનિયામકે કરેલા પરિપત્રો પરથી જોવા મળી રહ્યા છે.
ટૂંક સમયમાં ટ્રેનની મુસાફરીમાં ચા, નાસ્તા અને ભોજન માટે વધુ ખર્ચ કરવાની તૈયારી મુસાફરોએ રાખવી પડશે. રેલવે બોર્ડમાં પર્યટન અને ખાદ્ય વિભાગના નિયામક દ્વારા જાહેર કરાયેલા પરિપત્રો દર્શાવે છે કે રાજધાની, શતાબ્દી અને દૂરન્તો ટ્રેનમાં ચા, નાસ્તો અને ભોજન મોંઘા થવા જઈ રહ્યા છે.
આ ટ્રેનોની ટિકિટ લેતી વખતે જ કોઈને ચા, નાસ્તો અને ભોજનના પૈસા ચૂકવવા પડે છે, તો અન્ય ટ્રેનોના મુસાફરોને પણ મોંઘવારીની માર ભોગવવી પડશે. રાજધાની, દૂરન્તો અને શતાબ્દી ટ્રેનો માટે લાગુ નવા દરો મુજબ હવે સેકન્ડ એસીના મુસાફરોને હવે પંદર રૂપિયાની જગ્યાએ ચા માટે વીસ રૂપિયા ચૂકવવા પડશે. દુરન્તોના સ્લીપર ક્લાસમાં નાસ્તો અથવા ખોરાક અગાઉ 80 રૂપિયામાં મળતો હતો જે 120 રૂપિયા હશે. તો સાંજના ચાનાં ભાવ 20થી વધીને 50 થઈ ગયો છે.
હવે ટિકિટિંગ સિસ્ટમમાં નવું મેનુ અને ભાવ પંદર દિવસમાં અપડેટ કરવામાં આવશે જ્યારે તે 120 દિવસ (ચાર મહિના) પછી લાગુ કરવામાં આવશે. ત્યારપછી રાજધાનીના પ્રથમ એસી કોચમાં ખોરાક 145ની જગ્યાએ 245 રૂપિયામાં મળશે.
સુધારેલા દરો માત્ર પ્રિમિયમ ટ્રેનોના મુસાફરોને જ નહીં, પરંતુ સામાન્ય લોકોને પણ અસર કરશે. નિયમિત શાકાહારી ભોજન નિયમિત મેઈલ અને એક્સપ્રેસ ટ્રેનમાં 80 રૂપિયામાં મળશે. જેની કિંમત હાલમાં 50 રૂપિયા છે. ભારતીય રેલવે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) એલ્ગ બિરયાનીને રેલવે મુસાફરોને 90 રૃપિયામાં અને ચિકન બિરયાનીને 110 રૂપિયામાં આપશે. 130 રૂપિયાના ભાવે નિયમિત ટ્રેનોમાં પણ ચિકન કરી પીરસવામાં આવશે. સવારની ચા કરતા સાંજની ચા વધુ મોંઘી હશે.
આ અંગે સૂત્રો જણાવે છે કે, સેકેલી બદામ, નાસ્તા અને મીઠાઈઓ વગેરે સાંજના ચા ની સાથે આપવામાં આવશે. રેલવે બોર્ડના એક અધિકારીએ કિંમતોમાં વધારો કરવાની તરફેણમાં કહ્યું હતું કે, અમે રેલવેમાં કેટરિંગ સર્વિસની ગુણવત્તામાં સુધારો લાવવા માંગીએ છીએ. તેથી આ પગલું લેવામાં આવી રહ્યું છે. 2014 છેલ્લી વખતના દરો બદલવામાં આવ્યા હતાં. રેલવે બોર્ડના પરિપત્રમાં જણાવાયું છે કે આઈઆરસીટીસીની વિનંતી અને બોર્ડ દ્વારા રચાયેલ મેન એન્ડ ટેરિફ કમિટીની ભલામણો પર કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.