હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવું બનશે વધુ સરળ, રેલ લાઈનથી જોડવામાં આવશે

સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા હાલ દેશ-વિદેશથી સહેલાણીઓ ઉમટી આવે છે. અને કમાણીના મામલે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશભરમાં પહેલા સ્થાને આવ્યું છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવામાં સરળતા રહે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીને રેલ લાઈનથી જોડવામાં આવશે.

વડોદરામાં આવેલાં કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી સુરેશ અંગાડીએ આ મામલે જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, ૩૧ ઓક્ટોબર ૨૦૨૦ સુધી ટ્રેન વ્યવહાર ચાલુ થઈ જશે.કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી સુરેશ અંગાડી આજે વડોદરાના મહેમાન બન્યા હતા. અહીં તેઓએ કેવડિયા કોલોની-વડોદરા વચ્ચે નવી રેલ લાઇન બિછાવવાની જાહેરાત કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીને રેલ લાઇનથી કનેક્ટ કરાશે.

રેલ રાજ્યમંત્રીએ નવી રેલ લાઇનનું નિરીક્ષણ કર્યું હતું. આ રેલ લાઈન દ્વારા દેશ-વિદેશનાં સહેલાણીઓ ટ્રેન દ્વારા કેવડિયા પહોંચી શકશે. સડકમાર્ગ બાદ હવે રેલમાર્ગે પણ કેવડિયા પહોંચી શકાશે.સુરેશ અંગાડીએ કહ્યું કે, વર્ષ 2020ની ૩31ઓક્ટોમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ટ્રેન વ્યવહાર ચાલુ થઈ જશે. આ ઉપરાંત તેઓએ કહ્યું કે, રેલ્વે સેફ્ટી અને પ્લાસ્ટિક ફ્રી રેલ મંત્રાલય ઉપર ધ્યાન આપી રહી છે. સાથે તેઓએ કહ્યું કે, 150 જેટલી પ્રાઈવેટ ટ્રેનો પણ ચાલુ કરવામાં આવશે. સાથે જ બધા રેલ્વે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ સુવિધા આપવામાં આવશે. બુલેટ ટ્રેન મામલે તેઓએ કહ્યું કે, બુલેટ ટ્રેન માટે 60 ટકા જમીન સંપાદન થઈ ગઈ છે.