ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ફરી એક વાર વિવાદાસ્પદ નિવેદન આપતા જણાવ્યું છે કે, ભાજપ સરકાર હોવાને કારણે રામ મંદિર બાંધવાનો સુપ્રિમ કોટર્ે ચુકાદો આપ્યો છે. આમેય મનસુખ વસાવાને ગમેતેવા નિવેદનો આપીને વિવાદમાં ચમકતા રહેવાની ટેવ છે જેનું તેમણે ફરી પુનરાવર્તન કર્યું છે.
ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાનાં નિવેદનોના કારણે વિવાદમાં આવતા રહે છે. ભરૂચ ખાતે ભાજપના દિવાળી સ્નેહમિલન કાર્યક્રમમાં હાજર રહેલા મનસુખ વસાવાએ રામ મંદિર અંગે વિવાદીત નિવેદન કર્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, રામ મંદિર કેટલો મોટો મુદ્દો હતો. કેટલા વર્ષો વિતી ગયા. દેશ આઝાદ પણ થયો નહતો એ સમયથી રામ જન્મભૂમિનું આંદોલન ચાલતું હતું. કેટલા લોકો શહીદ થયા છે કેટલાય આંદોલન કર્યા છે. પરંતુ જે મુદ્દો આપણી સરકાર ભારતીય જનતા પાટર્ીની સરકાર કેન્દ્રમાં હોવાના કારણે સુપ્રીમે ચુકાદો આપ્યો પડ્યો છે. સુપ્રીમ કોટર્ે રામ મંદિર બાંધવા અંગેનો ચુકાદો આપણી તરફે આપ્યો છે.