GST રિટર્ન ફાઈલ કરવાની તારીખમાં ફેરફાર, હવે આ તારીખ સુધી રિટર્ન ફાઈલ કરી શકાશે

સરકારે 2017-18 માટેના જીએસટી વાર્ષિક રિટર્નની તારીખ લંબાવી 31 ડિસેમ્બર અને 2018-19ના રિટર્નની તારીખ લંબાવી તા.31 માર્ચ 2020 કરી છે. ઉદ્યાેગ વતુર્ળો દ્વારા આ મુદ્દે રજૂઆતને પગલે જીએસટી રિટર્ન ભરવાની મુદતમાં વધારો કરાયો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેકિસસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી)ના જણાવ્યા અનુસાર રિટર્નની તારીખના આધારે રિકિન્સલિએશન સ્ટેટમેન્ટની તારીખમાં પણ વધારો કરાયો છે.

સરકારે બે જીએસટી ફોર્મને સરળ બનાવવાના ભાગરૂપે કેટલીક વિગતોને મરજિયાત બનાવી છે. સીબીઆઈસીના જણાવ્યા અનુસાર સરકારે 2017-18 માટેના ફોર્મ જીએસટીઆર-9 (વાર્ષિક રિટર્ન) અને ફોર્મ જીએસટીઆર-9સી (રિકિન્સલિએશન સ્ટેટમેન્ટ) ફાઈલ કરવાની તારીખ લંબાવી 31 ડિસેમ્બર 2019 અને 2018-19ના જીએસટી ફાઈલિંગની તારીખ માર્ચ 2020 કરી છે. જીએસટીઆર-9 વાર્ષિક (રિટર્ન) અને ફોર્મ જીએસટીઆર-9સી (રિકિન્સલિએશન સ્ટેટમેન્ટ) માટે અગાઉની મુદત 30 નવેમ્બર, 2019 અને 2018-19 માટે 31 ડિસેમ્બર 2019 હતી. જીએસટી રિટર્ન ફાઈલ કરવાની મુદતમાં વધારો કરવા અંગેનું નોટિફિકેશન ટૂંક સમયમાં જારી કરવામાં આવશે.

સરકારે વાર્ષિક રિટર્નના સરળીકરણ અંગે એમેન્ડમેન્ટ્સ નોટિફાય કર્યા છે. સીબીઆઈસીના જણાવ્યા અનુસાર બન્ને ફોમ્ર્સના સરળીકરણ અને રિટર્ન ફાઈલ કરવાની મુદતમાં વધારાને કારણે કરદાતા સમયસર રિટર્ન ભરી શકશે.