ગુજરાતભરની 5350 સરકારી શાળાઓ કરાશે બંધ, કારણ આ છે…

ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શાળાઓ અંગે મહત્વનો કરી શકાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સમસ્યાને પહોંચી વળવા માટે પર પ્રયોજન કરવામાં આવ્યું છે. ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી રાજ્યની 5350 સરકારી શાળા બંધ કરવાનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની ઓછી હાજરી ધરાવતી શાળાઓ પણ બંધ  કરવામાં આવશે. 30 ટકાથી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી શાળાને બંધ કરી મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મહત્ત્વપૂર્ણ બાબત છે કે 4500 શાળામા 30 ટકા કરતા ઓછા વિદ્યાર્થીઓ ભણે છે, તો 850 શાળામાં 10 ટકા કરતા ઓછા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તમામ શાળાઓ બંધ કરી મર્જ કરવાનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.

ધોરણ 1 થી 5 ની શાળાઓ માટે પ્રાથમિક શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે. શાળા બંધ અને મર્જ કર્યા પછી ફાજલ પડેલા શિક્ષકોની જુથ શાળામાં નિમણૂક કરવામાં આવશે. નવ હજાર શિક્ષકોની જુથ શાળામાં નિમણૂક કરવાનું શિક્ષણ વિભાગે આયોજન શરૂ કર્યું છે.