શિયાળાએ તારીખ બદલી, હવે આ તારીખથી ગુજરાતભરમાં જામશે ઠંડી: કારણ કંઈક આવું છે…

ગુજરાતભરમાં વાવાઝોડાની અસર શિયાળા પર પણ જોવા મળી રહી છે. વાવાઝોડા અને કમોસમી વરસાદને પગલે શિયાળાની ગુલાબી ઠંડી માટે રાજ્યના લોકોએ થોડા દિવસ હજુ પણ રાહ જોવી પડે તેવી સ્થિતિ છે.

ગુજરાતમાં સામાન્ય રીતે પંદર નવેમ્બર આસપાસ ઠંડા અને સુકા પવનો ફૂંકાવા લાગે છે, અને લોકોને પણ વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થતો હોય છે. પરંતુ ચાલુ વર્ષે તો ચોમાસુ પુરુ ન થયુ હોય તેવુ નવેમ્બર મહિનામાં પણ લાગી રહ્યુ છે. કારણ કે સાક્લોનિક સરક્યુલેશનના કારણે ઉતર દિશા તરફના પવનો ફૂંકાવવામાં થોડો સમય લાગશે.એટલે કે પંદર નવેમ્બર બાદ પણ શિયાળાની શરુઆતની રાહ જોવી પડશે. કારણ કે જો ઉતર તરફના સીધા પવન ગુજરાત તરફ ફૂકાય તો જ ગુજરાતનુ લઘુતમ તાપમાન નીચુ જાય અને લોકોને ઠંડીનો અહેસાસ થાય. પરંતુ હવામાન વિભાગનુ અનુમાન છે કે, 20 નવેમ્બર સુધીમાં ઉતર તરફના પવનો ફૂંકાવવાનુ શરુ થશે.

મહત્વપૂર્ણ છે કે, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજસ્થાન પર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયુ છે. જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારના વાતાવરણમાં પલટો આવશે એટલે કે વાદળ છાયુ વાતાવરણ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ પડશે.જોકે સાયક્લોનિક સરક્યુલેશનની અસર દ્વારકા,કચ્છ, બનાસકાંઠા જિલ્લામાં થશે. કમોસમી વરસાદના કારણે ખેડુતોની ચિંતામાં વધારો થયો છે.

સાયક્લોનિક સરક્યુલેશનના કારણે ભેજ વાળુ વાતાવરણ રહેશે. એટલે કે હવામાન વિભાગ દ્વારા પંદર નવેમ્બરથી પવન દિશા બદલશે તેવુ અનુમાન હતુ પરંતુ, સાયક્લોનિક સરક્યુલેશના કારણે ઉતર દિશા તરફના પવન ફૂંકાવવામાં થોડો સમય લાગશે.