બનાસકાંઠા: અક્સ્માતમા ઘાયલ લોકોને બચવાવાના બદલે માનવતા ભૂલી તેલ લૂંટવા પડાપડી

બનાસકાંઠાના નેશનલ હાઇવે પર કાંકરેજના રાણકપુર પાસે તેલ ભરેલું ટેન્કર અને ટ્રક વચ્ચે થયો અકસ્માત સર્જાયો હતો. જોકે, સદ્દનસીબે અકસ્માતમા જાન હાની ટળી હતી અને બન્ને ગાડીના ડ્રાયવર આબાદ બચાવ થયો હતો.

બીજી તરફ લોકોએ લોકોએ માનવતાં નેવે મુકી અકસ્માતમાં ક્ષતિગ્રસ્ત ટેન્કરમાંથી લિકેજ થતું તેલ ભરવા માટે રીતસરની પડાપડી કરી હતી.

ટેન્કરમાથી તેલ ભરવા લોકોના ટોળે ટોળા ઊમટી પડ્યા હતા. જે હાથમાં આવ્યુ તે લઇને લોકો આવ્યા તેલ ભરવા લાગ્યા હતા.