કોંગ્રેસના મહિલા ધારાસભ્યે અલ્પેશ ઠાકોર-ધવલસિંહને ગણાવ્યા ડોબા, નવા ધારાસભ્યો માટે કહ્યું કશુંક આવું, જાણો વધુ

દાહોદમાં કોંગ્રેસના જનવેદના આંદોલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ જોડાયા હતા. આ જનવેદના આંદોલન કાર્યક્રમમાં ભાગ લેવા માટે કોંગ્રી ધારાસભ્ય પણ જોડાયા હતા. જેમાં ગરબાડાના કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકા બારિયા કાર્યક્રમમાં પોતાનું ભાષણ આપવા માટે ઉભા થયા હતા.

કોંગ્રેસના આ જનવેદના આંદોલન કાર્યક્રમમાં ગરબાડાના ધારાસભ્ય ચંદ્રિકા બારિયાએ ભાજપમાં પેરાશૂટ બનીને જોડાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા પર આકરા પ્રહારો કર્યા હતા. ગરબાડાના એમએલએ ચંદ્ગિકા બારિયાએ બફાટ કરતા ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહને ડોબા ગણાવ્યા હતા, જ્યારે નવા ચૂંટાયેલા એમએલએને આખલા ગણાવ્યા હતા.

દાહોદ ખાતે કોંગ્રેસનો જનવેદના આંદોલન કાર્યક્રમમાં કોંગ્રી ધારાસભ્યએ અલ્પેશ અને ધવલસિંહ પર કરેલી ટિપ્પણીને લઇને રાજનીતિ ગરમાય તેવા એંધાણ દેખાઇ રહ્યા છે, એટલું જ નહીં, તેમણે નવા ચૂંટાયેલા ધારાસભ્યોને આખલા તરીકેનું ઉપનામ આપીને ચર્ચાનો વિષય બન્યા હતા.