ફાગવેલના પૂનમના મેળામાં જતાં ત્રણ યુવાનોને કાળ ભરખી ગયો

લુણાવાડા-અમદાવાદ હાઇવે પર બાલાસિનોરના મહાદેવ મંદિર પાસે કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બાઇક પર સવાર ત્રણ યુવાનોના મોત નીપજ્યા છે. અને અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો છે. આ મામલે બાલાસિનોર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતની જાણ થતાં જ બાલાસિનોર પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને ત્રણેયના મૃતદેહોને પોસ્ટ મોટર્મ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્રણેય યુવાનો એક બાઇક પર બેસીને ફાગવેલ પૂનમના મેળામાં જવા માટે નીકળ્યા હતા. તે સમયે કાર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.