આજે સાંજે સૂર્યની ઉપરથી પસાર થશે બુધ: રાશિઓ પર પડશે આવી અસર, ગુજરાતમાં અહીંયાથી જોઈ શકાશે

11 નવેમ્બર એટલે કે આજે સાંજે સૂર્ય મંડળનો સૌથી નજીક મનાતો બુધ ગ્રહ સૂર્યના પ્રતિબિંબમાંથી પસાર થશે. ભારતના સમય પ્રમાણે આ ઘટના સાંજે 6.05 વાગ્યાથી લઈ રાત્રે 11.34 સુધી રહેશે. ભારતમાં આ સમય દરમિયાન સૂર્યાસ્ત હશે એટલે આ ઘટના જોઈ શકાશે નહીં.

આ એક એવી દુર્લભ ખગોળીય ઘટના છે જે 100 વર્ષમાં અંદાજે 13 વખત જોવા મળે છે. 12 નવેમ્બર 2019 બાદ ફરી એક વાર આ ઘટના 13 વર્ષ બાદ 2032માં જોવા મળશે. આ પહેલાં આ ઘટના 2016નાં મે મહિનામાં જોવા મળી હતી. આ સમયે સૂર્ય અને બુધ એમ બન્ને મેષ રાશિમાં હતા. આ વખતે આ સંયોગ તુલા રાશિમાં થવા જઈ રહ્યો છે.

જ્યોતિશ શાસ્ત્રમાં આ ઘટનાને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. આના કારણે વૈશ્વિક આર્થિક મંદીની સ્થિતિ નિર્માણ તશે. અર્થ વ્યવસ્થામાં અનેક પ્રકારના કપરા ચઢાણ આવી શકે છે.

પૃથ્વી અને સૂર્યના મધ્યમાં જ્યાર બુધ આવે છે ત્યારે બુધ સૂર્યના બિંબમાંથી પસાર થાય છે. આ ઘટનાને બુધ પારગમન કહેવામાં આવે છે. હકીકતે સૌર મંડળમાં ભ્રમણ કરતી વેળા અનેક વાર અનેક ગ્રહો પરિક્રમા કરતાં કરતાં સૂર્યની સામેથી પસાર થાય છે. આ વખતે જે ઘટના બનવાની છે તેમાં બુધનું સૂર્યના બિંબમાંથી પસાર થવાનું નક્કી છે. આ કારણે બુધનું પારગમન ખાસ માનવામાં આવે છે.

આ ખગોળીય ઘટના મધ્યપૂર્વ, યુરોપ આફ્રિકા, દક્ષિણ ગ્રીન લેન્ડ, એન્ટાર્ટીકા, અલાસ્કાને છોડીને ઉત્તરી અમેરિકા, દક્ષિણ અમેરિકા, પ્રશાંત મહસાગર અને ન્યૂઝીલેન્ડમાં જોવા મળશે. બુધનું પરાગમન હંમેશા નવેમ્બર અથવા મે મહિનામાં દરમિયાન જ થાય છે. ભારતમાં ગુજરાતના દરિયા વિસ્તારો દ્વારકા, ઓખા, પોરબંદરમાં જોઈ શકાશે. આ દરિયા વિસ્તારોમાં સૂર્યાસ્તના સમયે આ ઘટનાની શરૂઆત થયા બાદ બુધનું પારગમન દુરબીનની મદદથી જોઈ શકાશે. આ પારગમન સૂર્ય એક ટપકાં સમાન જોવા મળશે.

21મી સદીમાં અત્યાર સુધી આવી ત્રણ ઘટના બની છે આ મહિને આ સદીની ચોથી ઘટના બની રહેશે. ત્યાર બાદ શતાબ્દીમાં 10 વાર બુધનું પારગમન થશે. પૃથ્વી પરથી માત્ર બુધ અને શુક્રનું પારગમન જોઈ શકાય છે કારણ કે અન્ય તમામ ગ્રહો પૃથ્વી અત્યંત દુર છે.

રાશિઓ પર શું પડશે પ્રભાવ?

તુલા રાશિ પર આ ઘટનાથી આર્થિક મામલામા સંભાળ રાખવી પડશે. મન અશાંત થશે. આરોગ્યની પણ કાળજી લેવાની રહેશે.

મેષ રાશિ પર આ ઘટનાની અસર ઉત્સાહવર્ધક રહેશે. અતિ ઉત્સાહમાં અહિત થઈ શકે છે એટલે કન્ટ્રોલ રાખવું પડશે. લગ્ન જીવનમાં વિવાદથી બચવાની જરૂર છે.

વૃશ્ચિક રાશિને પારગમનનો લાભ મળશે અને ભૌતિક સુખની પ્રાપ્તિ થશે.

મિથુન અને કન્યા રાશિના લોકો માટે હવે પછીના પંદર દિવસ માનસિક તણાવ અને ઉલઝનવાળા રહેશે. આર્થિક વિષયોમાં ચિંતા રહેશે. બાળકો તરફથી મુશ્કેલી સર્જાતી રહેશે.

અન્ય રાશિઓ માટે સ્થિતિ સામાન્ય રહેશે.

  • પારગમન સ્પર્શ-6.05 મીનીટ
  • પારગમન મધ્ય-8.50 મીનીટ
  • પારગમન મોક્ષ-11.34 મીનીટ