રણબીર કપૂર-આલિયા ભટ્ટની નીતુ સિંહ સાથે ડિનર ડેટ, ફોટો થયા વાયરલ

બોલિવુડ એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ છેલ્લા કેટલાક સમયથી એક બીજા સાથે રિલેશનશિપમાં છે. અયાન મુખર્જીના નિર્દેશનમાં બની રહેલ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં બંને સાથે કામ કરી રહ્યા છે રીલ લાઈફ અને રીઅલ લાઈફમાં આ જોડી સૌને પસંદ આવી રહી છે. હવે તો આ કપલના બંનેના પરિવાર જનોએ પણ તેમના સંબંધને સ્વીકારી લીધો છે. રણબીર અને આલિયા સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે કપૂર પરિવારમાં આલિયાએ સરળતાથી એન્ટ્રી મેળવી લીધી છે. નાના મોટા દરેક પ્રસંગે આલિયા કપૂર પરિવારમાં જોવા મળે છે.

હાલ સોશિયલ મીડિયા પર એક તસવીરે ધૂમ મચાવી છે જેમાં આલિયા અને રણબીર સાથે તેની માતા નીતૂ કપૂર પણ જોવા મળી રહી છે. આ કપલે થોડા સમય પહેલા લંડનમાં એક બીજા સાથે સમય વિતાવ્યો હતો. આલિયાની બહેન શાહીન ભટ્ટ પણ પાછળથી તેમની સાથે જોવા મળી હતી. નીતૂ આલિયાની ખુબજ નજીક છે અને તેના પરિવારને પણ એટલી જ પ્રિય છે.