લાલસિંહ ચઢ્ઢાનો ફર્સ્ટ લૂક: પાઘડી અને લાંબી દાઢીમાં આમિર ખાન જોવા મળ્યો

આમિર ખાન અને કરીના કપૂર અભિનીત ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની ખાસ્સી રાહ જોવામાં આવી રહી છે. હાલમાં જ કરીના કપૂર ખાનનો આ ફિલ્મનો પહેલો લુક લીક થયો હતો. કરીના પછી હવે ફિલ્મના મુખ્ય અભિનેતા આમિર ખાનનો ફર્સ્ટ લુક પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયાના ફોટોમાં આમિર ખાન લાલ સિંહ ચઢ્ઢાના લુકમાં જબરદસ્ત લાગી રહ્યો છે. તેણે લાઇટ પર્પલ શર્ટ-ગ્રે પેન્ટ પહેર્યું છે. આમિર ખાને જાંબલી પાઘડી પણ બાંધી છે. સરદાર લુકમાં જોવા મળતા આમિર ખાનને ઓળખવો મુશ્કેલ છે. આ દિવસોમાં ચંદીગઢમાં મૂવીનું શૂટિંગ ચાલી રહ્યું છે.

કરીના કપૂર ખાનના લીક થયેલા ફોટોમાં અભિનેત્રી પંજાબી લુકમાં જોવા મળી રહી છે. કરીના કપૂરે સલવાર સૂટ પહેર્યો છે. ખબર છે કે આ પહેલા કરીના કપૂર અને આમિર ખાન થ્રી ઇડિઅટ્સ અને તલાશમાં કામ કરી ચૂક્યા છે. આમિર-કરીનાની કેમિસ્ટ્રી બંને ફિલ્મોમાં ખૂબ પસંદ આવી હતી.

https://www.instagram.com/p/B4pe4XTjK8y/?utm_source=ig_web_copy_link

આમિર ખાન લાલ સિંહ ચઢ્ઢાથી બે વર્ષ બાદ ફિલ્મના પડદે પરત ફરશે. તેની અગાઉની રજૂઆત ઠગ્સ ઓફ હિંદુસ્તાન હતી, જે 2018માં રજૂ થઈ હતી. લાલ સિંહ ચઢ્ઢા ક્રિસમસ 2020માં સિનેમાઘરોમાં રજૂ થશે. લાલ સિંહ ચઢ્ઢા ટોમ હેંક સ્ટારર હોલીવુડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની રિમેક છે. અદ્વૈત ચંદન લાલસિંહ ચઢ્ઢાને ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મનું મોશન પોસ્ટર બહાર પાડવામાં આવ્યું છે.