13 વર્ષથી આ કારણોસર શિલ્પા શેટ્ટી ફિલ્મોથી દુર થઈ ગઈ હતી, આ ફિલ્મથી થઈ રહ્યું છે કમબેક

અભિનેત્રી શિલ્પા શેટ્ટી કહે છે કે 13 વર્ષ સુધી પોતાને ફિલ્મોથી દૂર રહેવાનો નિર્ણય પોતાનો હતો અને આ નિર્ણય સમજી-વિચારીને કરાયો હતો. શિલ્પા શેટ્ટી હવે શબ્બીર ખાનની એક્શન ફિલ્મ ‘નિકમ્મા’ સાથે અભિનયની દુનિયામાં કમબેક કરી રહી છે. 13 વર્ષના આ લાંબા બ્રેક વિશે વાત કરતાં શિલ્પાએ કહ્યું હતું કે ‘હું આ ફિલ્મ ઉદ્યોગનો પહેલા પણ ભાગ રહી ચૂક્યો છું અને હજી પણ હું ક્યાંક ક્યાંક તેનો ભાગ છું.

શિપ્લા કહે છે કે જ્યારે તમે લાઇમલાઇટમાં ન હોવ, ત્યારે તમે કેટલીક વસ્તુઓ ગુમાવો છો. તમને લાગે છે કે તમે ખ્યાતિથી દૂર થઈ રહ્યાં છો, લોકો તમને ભૂલી રહ્યા છે. પણ ક્યારેય આ બધું મીસ કર્યું નથી. કારણ કે હું હજી ટેલિવિઝનમાં કામ કરી રહી છું.

બ્રેક લેવાનો નિર્ણય મારો પોતાનો હતો અને મેં વિચારીને કર્યો હતો. શિલ્પા છેલ્લે 2007માં આવેલી ફિલ્મ ‘લાઇફ ઇન અ મેટ્રો’ અને ‘અપને’ માં મોટા પડદે જોવા મળી હતી. હું અત્યાર સુધીની અભિનય યાત્રા પર નજર કરું તો લાગે છે કે એક્ટર બનવાનું મારા નસીબમાં લખાયું હતું.

શિલ્પા કહે છે કે જ્યારે હું 15 વર્ષની હતી, ત્યારે હું એક કાર્યક્રમમાં ગઈ અને એક વ્યક્તિએ મને જોઈ અને મને મારી તસવીરો લેવાનું કહ્યું. બીજા દિવસે, તે ફોટો એક શોના સેટ પર વહેંચવામાં આવ્યા અને પછી મને કામ મળવાનું શરૂ થયું. ‘ શિલ્પાએ તેની કારકિર્દી અને તેની પર્સનલ લાઇફ વિશે ‘લવ, હાસ્ય, લાઇવ શો’ ના એપિસોડમાં કહ્યું હતું.