અયોધ્યા ચૂકાદો: એ ચાર દલીલો જેને લઈ રામ મંદિરનો રસ્તો થયો સાફ

સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચે અયોધ્યામાં રાજકીય રીતે સંવેદનશીલ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ અંગે સર્વસંમતિથી 5-0 નો સીમાચિહ્ન ચુકાદો આપ્યો. કોર્ટે પોતાના ચુકાદામાં વિવાદિત સ્થળને રામલાલા ગણાવ્યું છે. વળી, કોર્ટે કહ્યું કે મસ્જિદના નિર્માણ માટે સુન્ની વકફ બોર્ડને વૈકલ્પિક જમીન આપવામાં આવે.

ચુકાદા સમયે કોર્ટમાં રોજે રોજની સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન અને અન્ય વકીલો દ્વારા કરવામાં આવેલી અનેક દલીલો અંગે પણ સ્પષ્ટ નિર્ણય આપ્યો હતો. બીજી તરફ, ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણના અહેવાલને આધાર તરીકે લેતા, એમ પણ કહ્યું કે અયોધ્યામાં કોઈ પણ ખાલી જગ્યાએ મસ્જિદ બનાવવામાં આવી નથી.

અયોધ્યા કેસની સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષે દલીલ કરી હતી કે વિવાદિત સ્થળે નમાઝ નહીં પઢવાથી મસ્જિદના અસ્તિત્વ પર ક્યારેય સવાલ ઉભો કરી શકાય નહીં. મુસ્લિમ પક્ષે એમ પણ કહ્યું હતું કે મસ્જિદ અયોધ્યામાં મંદિર તોડીને નહીં, પરંતુ ખાલી જગ્યામાં બનાવવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે ASI ના ખોદકામથી મેળવેલા પુરાવાઓને અવગણી શકીએ નહીં. કોર્ટે કહ્યું કે હાઇકોર્ટનો નિર્ણય સંપૂર્ણ પારદર્શિતા સાથે કરવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું છે કે બાબરી મસ્જિદ ખાલી જમીન પર બનાવવામાં આવી નથી. કોર્ટે કહ્યું કે મસ્જિદની નીચે એક વિશાળ બાંધકામ હતું. એએસઆઇ દ્વારા 12મી સદીના મંદિરનું વર્ણન કરવામાં આવ્યું હતું.

કોર્ટે કહ્યું કે મળી આવેલી કલાકૃતિઓ ઇસ્લામિક નહોતી. જૂની રચનાની ચીજોનો ઉપયોગ વિવાદિત રચનાઓમાં કરવામાં આવતો હતો. મુસ્લિમ પક્ષ સતત કહેતો હતો કે એએસઆઈના અહેવાલમાં વિશ્વાસ ન કરવો જોઇએ. જોકે, કોર્ટે કહ્યું કે મસ્જિદની નીચેથી મળેલી કલાકૃતિઓના લીધે હિન્દુઓના દાવાને માની શકાય નહીં. કોર્ટે એએસઆઈના અહેવાલમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેના પર શંકા કરી શકાતી નથી. તેના નિષ્કર્ષોને અવગણી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને કહ્યું હતું કે વિવાદ ભગવાનના જન્મસ્થાનને લઈને છે ક જન્મસ્થળ ક્યાં છે. ધવને દલીલ કરી હતી કે ધર્મ શાસ્ત્રના બારામાં જાતે કલ્પના કરી શકાતી નથી. જન્મસ્થળની દલીલ શ્રદ્ધા અને વિશ્વાસ પર આધારિત છે અને જો આ દલીલ સ્વીકારવામાં આવે તો તેની વ્યાપક અસર પડશે.

કોર્ટે કહ્યું કે એએસઆઈએ એવું કહ્યું નથી કે મંદિરને તોડીને મસ્જિદ બાંધવામાં આવી છે. અયોધ્યામાં રામના જન્મસ્થળના દાવાનો કોઈએ વિરોધ કર્યો નથી. હિન્દુઓ વિવાદિત સ્થળે પૂજા કરવાનું ચાલુ રાખતા હતા. સાક્ષીઓના ક્રોસ એક્ઝામિનેશનમાં હિન્દુઓનો દાવાને ખોટો સાબિત થયો નથી.

હિન્દુઓ દ્વારા ગુંબજની જગ્યાને જ રામ જન્મ સ્થળ માને છે. ઐતિહાસિક ગ્રંથોનું વર્ણન રજૂ કરવામાં આવ્યું. હિન્દુઓ ત્યાં પરિભ્રમણ પણ કરતા હતા. સીતા રસોઇ, ચબૂતરાના દાવાને સમર્થન મળ્યું છે.  ઐતિહાસિક પુસ્તકમાં સ્કંદ પુરાણ, પદ્મ પુરાણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

શિયા વર્સીસ સુન્ની કેસમાં પણ સર્વાનુતે ચુકાદો આવ્યો. શિયા વકફ બોર્ડની અપીલ ફગાવી દેવામાં આવી. શિયા બોર્ડે કહ્યું કે મસ્જિદ ક્યારે બનાવવામાં આવી તેનાથી કોઈ ફરક પડતો નથી. 22-23 ડિસેમ્બર 1949 ના રોજ મૂર્તિ મુકવામાં આવી હતી. એક વ્યક્તિની શ્રદ્ધા અન્યના અધિકારને છિનવી શકે નહીં. નમાઝ પઢવાની જગ્યાને મસ્જિદ માનવાનો ઇનકાર કરી શકાતો નથી. ત્યારે ન્યાયાધીશે કહ્યું કે તે જગ્યા સરકારી જમીન છે.