સુપ્રીમ કોર્ટ શનિવારે અયોધ્યાના રામ મંદિર બાબરી મસ્જિદ જમીન વિવાદ અંગે ઐતિહાસિક ચુકાદો આપવા જઈ રહી છે. સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં બીજી સૌથી લાંબી સુનાવણી થઈ હતી. બંધારણીય બેંચ સમક્ષ 40 દિવસની મેરેથોન સુનાવણી બાદ 16 ઓક્ટોબરના રોજ ચુકાદો સુરક્ષિત કરવામાં આવ્યો હતો. હવે ચુકાદા નો સમય આવી ગયો છે.
શનિવારે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ બેસશે અને ચુકાદો આપશે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ શનિવારે સવારે 10:30 કલાકે ચુકાદો આપશે. તેને જોતા સમગ્ર દેશમાં સુરક્ષાનું એલર્ટ છે. ધાર્મિક નેતાઓએ પણ શાંતિ જાળવવા અપીલ કરી છે.
40 દિવસ સુધી હિન્દુ અને મુસ્લિમ પક્ષોએ જોરદાર અને મજબૂત દલીલો રજૂ કરી હતી. સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં સૌથી લાંબી સુનાવણી સુપ્રિમ કોર્ટમાં ચાલી હતી. ત્યારબાદ 68 દિવસ સુધી સુનાવણી ચાલી હતી.
ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ સિવાય અયોધ્યા જમીન વિવાદ મામલાની સુનાવણી બંધારણીય બેંચમાં અન્ય 4 ન્યાયાધીશો છે, જેમાં જસ્ટિસ શરદ અરવિંદ બોબડે, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ અને ન્યાયાધીશ એસ. અબ્દુલ નઝીરનો સમાવેશ થાય છે.