મહારાષ્ટ્રમાં શિવસેનાએ કાર્ડ ખોલ્યા, સંજય રાઉતે કહ્યું” બની શકે છે શિવસેનાનો મુખ્યમંત્રી”

મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉથલપાથલ સર્જાઈ છે. મુખ્યમંત્રી પદેથી દેવેન્દ્ર ફડણવીસના રાજીનામા બાદ શિવસેનાનાં સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે ફડણવીસના આક્ષેપોનો જવાબ આપ્યો હતો.

રાઉતે કહ્યું કે શિવસેનાએ કદી પણ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્વ કોઈ ટીપ્પણી કરવામા આવી નથી. કેટલાક મુદ્દા હતા જેની તરફ કેન્દ્ર સરકારનું ધ્યાન દોરવાનું કામ કર્યું છે. રાઉતે કહ્યું કે આગામી સીએમ શિવસેનાનો હશે અને સરકારની રચના કરવામાં આવશે.