આને કહેવાય નાણાની તંગી: લોકસભાની ચૂંટણી કોંગ્રેસને 820 કરોડમાં પડી, ઉમેદવારો પાછળ ખર્યાયા 193 કરોડ

એવું કહેવાય છે કે ચૂંટણીમાં ભાજપ દ્વારા લખલૂંટ ખર્ચ કરવામાં આવ્યો છે અને ભાજપને સૌથી વધુ ચૂંટણી ફંડ મળ્યું છે પણ કોંગ્રેસ પણ જરાય પાછી નથી. 2019ની લોકસભા ચૂંટણી અને આંધ્રપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, તેલંગાણા, ઓડિશા અને સિક્કીમની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 820 કરોડનો ખર્ચ થયો છે.

આ ખર્ચ 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન ખર્ચવામાં આવેલા 516 કરોડ કરતા ઘણો વધારે છે. ભાજપનો 2014નો ચૂંટણી ખર્ચ 714 કરોડ રૂપિયા હતો. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ તેના ખર્ચ માટેના હિસાબ રજૂ કરવાના બાકી છે.

31મી ઓક્ટોબરના રોજ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવામાં આવેલા ચૂંટણી ખર્ચના હિસાબ મુજબ કોંગ્રેસે પ્રચાર માટે 626.3 કરોડ રૂપિયા અને ઉમેદવારો પર લગભગ 193.9 કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે. ચૂંટણી દરમિયાન કોંગ્રેસને રૂ. 856 કરોડ મળ્યા હતા.

અન્ય રાષ્ટ્રીય પક્ષોએ રજૂ કરેલા ચૂંટણી ખર્ચના હિસાબ અનુસાર, તૃણમૂલ કોંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં 83.6 crore કરોડ, બસપાએ 55.4 કરોડ, એનસીપીએ 72.3 કરોડ અને સીપીએમએ 73.1 લાખ ખર્ચ કર્યા છે.

કોંગ્રેસનાં સોશિયલ મીડિયા હેડ દિવ્યા સ્પંદનાને મે મહિના કહ્યું હતું કે “અમારી પાસે પૈસા નથી.