આ રાજ્યોમાં પોલીસમાં મહિલાઓની 33 ટકા હિસ્સેદારીને લાગશે 300 વર્ષ, જાણો ગુજરાતમાં કેટલા વર્ષ લાગશે?

સમગ્ર દેશમાં માત્ર સાત ટકા મહિલાઓ પોલીસ દળમાં છે. કોઈ પણ રાજ્ય એસસી, એસટી અને ઓબીસી માટે આરક્ષિત ક્વોટામાં પાત્ર મહિલા પોલીસ અધિકારીઓને ફરીથી સ્થાપિત કરવામાં સક્ષમ નથી. દેશભરમાં ન્યાય અને કાયદો અને વ્યવસ્થામાં મહિલાઓની સંખ્યા ખૂબ ઓછી છે. પોલીસ વિભાદમાં માત્ર સાત ટકા મહિલાઓ છે. જેલ કર્મચારીઓમાં 10 ટકા મહિલાઓ છે. મહિલા ન્યાયાધીશો ઉચ્ચ અદાલતો અને ગૌણ અદાલતોના તમામ ન્યાયાધીશોમાં 26.5 ટકા જેટલા હોય છે.

ઈન્ડિયા જસ્ટિસ રિપોર્ટ -2019 અનુસાર, દેશમાં લગભગ 6 રાજ્યો એવા છે કે જ્યાં પોલીસ દળમાં મહિલાઓની 33 ટકા ભાગીદારી કરવામાં 100 થી 300 વર્ષનો સમય લાગી શકે છે. જોકે, જમ્મુ-કાશ્મીરમાં તે 10 ગણો વધુ સમય લેશે. એટલે કે, ત્યાંના પોલીસદળમાં મહિલાઓને 33 ટકા સહભાગી થવામાં લગભગ 3535 વર્ષ લાગશે. માત્ર પોલીસ જ નહીં, અદાલતોમાં મહિલાઓની ભાગીદારી ઓછી છે.

જાણો ક્યા રાજ્યમાં પોલીસ વિભાગમાં મહિલાઓની હિસ્સેદારી 33 ટકા કરવામાં કેટલો સમય લાગશે?

આ રાજ્યોમાં 100 થી 300 વર્ષનો સમય લાગશે

મધ્યપ્રદેશ (294 વર્ષ), છત્તીસગઢ ((225 વર્ષ), પોંડ્ડીચેરી (158 વર્ષ), કર્ણાટક (120 વર્ષ), ઓડિશા (111 વર્ષ) અને પંજાબ (100 વર્ષ).

આ રાજ્યોમાં 50 થી 100 વર્ષ લાગશે

દિલ્હી (81 વર્ષ), અરુણાચલ પ્રદેશ (79 વર્ષ), હરિયાણા (74 વર્ષ), આંદામાન-નિકોબાર (68 વર્ષ), રાજસ્થાન ( 65 વર્ષ), ઝારખંડ (64 વર્ષ), ઉત્તર પ્રદેશ (63 વર્ષ), સિક્કિમ (62 વર્ષ), મેઘાલય (61 વર્ષ), મિઝોરમ (57 વર્ષ) અને લક્ષદ્વીપ (50 વર્ષ).

આ રાજ્યોમાં 20 થી 50 વર્ષ લાગશે

ત્રિપુરા (45 વર્ષ), તામિલનાડુ (43 વર્ષ), હિમાચલ પ્રદેશ (40 વર્ષ), ગુજરાત (34 વર્ષ), કેરળ (30 વર્ષ), પશ્ચિમ બંગાળ (29 વર્ષ) અને ગોવા (26 વર્ષ) ).

આ રાજ્યોમાં 20 વર્ષથી ઓછા સમય લાગશે

બિહાર (18 વર્ષ), દાદરા-નગર હવેલી (17 વર્ષ), ચંદીગઢ ((16), મહારાષ્ટ્ર (14 વર્ષ) અને દમણ-દીવ (13 વર્ષ).