કાશ્મીર ખીણમાં અચાનક ભારે બરફવર્ષાને કારણે ખીણમાં ઉભેલા હજારો વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. આનાથી ખેડુતો પર અસર પડી છે કારણ કે સફરજનનાં પાકને હજુ ઉતારવામાં આવ્યો ન હતો.
ભારે હિમવર્ષાને કારણે કાશ્મીરનો દેશના અન્ય ભાગોથી સંપર્ક કપાઈ ગયો છે. શ્રીનગર-જમ્મુ હાઇવે, શ્રીનગર-કારગીલ હાઇવે, શ્રીનગર-પૂંચ હાઇવે (મોગલ માર્ગ) બંધ કરી દેવામાં આવ્યો છે.
અહીં વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. બરફવર્ષાથી હવાઈ સેવાને પણ અસર થઈ છે. આ ઉપરાંત વીજ પુરવઠાને પણ અસર થઈ છે. કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો છે. લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
જોકે, સ્થાનિક લોકો આ બરફવર્ષાથી ખુશ છે. કાશ્મીર ખીણમાં શિયાળાની પહેલી હિમવર્ષા શરૂ થઈ છે. છેલ્લા કેટલાક સમયથી ખીણમાં શુષ્ક વાતાવરણના કારણે લોકો પણ બીમાર પડી રહ્યા હતા. તેને આ બરફવર્ષાથી લોકોને મસમોટી રાહતનો અનુભવ થઈ રહ્યો છે.