શા માટે યમરાજના ગેટઅપમાં માણસે લોકોને ખભે ઉંચકી પાટા ક્રોસ કરાવ્યા, જાણો કારણ

આપણે જોઈએ છે કે રેલવેના પાટા ક્રોસ કરતી વખતે અનેક લોકોના જાન ગયા છે., છતાં પણ લોકો રેલવેના પાટા ક્રોસ કરવામાં કોઈ પણ પ્રકારની સાવચેતી રાખતા નથી અને શોર્ટકટ અપનાવે છે. બહાર નીકળવા માટે શોર્ટકટ અપનાવતા લોકોને મૃત્યુની હકીકતથી ઉજાગર કરવા માટે મુંબઈના અંધેરી સ્ટેશન પર એક માણસે યમરાજનો ગેટઅપ ધારણ કરી લોકોને પાટા ક્રોસ કરાવ્યા હતા.

આવી રીતે કરવાનું સીધું કારણ એ છે કે લોકોમાં રેલવેના પાટા ક્રોસ કરવા માટે જાગૃતિ આવે અને લોકો પાટા ક્રોસ કરતી વખતે મોતની શરણમાં પહોંચી ન જાય. કારણ કે મોત તો યમરાજાના હાથમાં જ હોય છે. જેથી કરીને લોકોને મોતનો આભાસ થાય અને પાટા ક્રોસ નહીં કરે તેના માટે માણસે યમરાજાનો ગેટઅપ ધારણ કર્યો હતો અને લોકોને ખભે ઉંચકીને ભાન કરાવ્યું હતું કે પાટા ક્રોસ કરશો તો છેવટે યમરાજા તમને આવી રીતે ઉંચકીને લઈ જશે એટલે મોતને ભેટશો.