આકાશમાંથી થયો ચાંદીનો વરસાદ, જેને પણ જૂઓ તે ચાંદી લૂંટવા માંડ્યો, જાણો શું છે હકીકત

બિહારના સીતામઢી જિલ્લામાં ચાંદીના વરસાદની અફવાએ જોર પકડ્યું છે. સવારથી જ વિસ્તારના લોકો માટે આ આશ્ચર્યજનક બાબત બની છે. લોકો શેરીઓમાં વાસણોથી છૂટાછવાયા ચાંદીના બુંદિયાઓને જમા કરી રહ્યા છે.

એવું મનાય છે કે ચાંદીના બૂંદીયાનો કોથળો ફાટતા રસ્તાઓ પર વિખેરાઈ ગયા હતા. લોકોએ ચકાસ્યું તો બૂંદીયા ચાંદીના નીકળ્યા અને એ પણ શુદ્વ ચાંદીના હોવાનું જાણ થતાં લોકો અચંબામાં મૂકાઈ ગયા છે. લોકોએ ચાંદીના બૂંદીયા વિણવાની હરીફાઈ કરી અને રસ્તાઓ પર જમેલો જામી ગયો હતો.

જો કે, નેપાળ બોર્ડર હોવાને કારણે તે ન તો તસ્કરીથી ઈન્કાર કરી શકાય છે અને ન તો ચોરી થઈ હોવાની બાબતને નકારી શકાય છે. માહિતી મળ્યા બાદ સુરસુંદ પોલીસે તપાસ શરૂ કરી છે. છેવટે, સુરસુંદ ટાવર ચોકથી બરાહી ગામ તરફ જતા રસ્તા પર ચાંદી ક્યાં આવી?

આટલી મોટી માત્રામાં ચાંદી રસ્તા પર પથરાયેલા જોઈને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ છે. પોલીસ ટીમે શોધખોળ શરૂ કરી છે. હજુ સુધી પોલીસને કોઈ ભાળ મળી નથી.