મહા વાવાઝોડું: મોબાઈલ ટાવર કામ નહીં કરશે તો ઈમરજન્સી મેસેજ માટે શરૂ કરાયું હેમ રેડીયો સ્ટેશન

મહા વાવાઝોડાની આફતે પહોંચી વળવા માટે તંત્રની કવાયત શરૂ થઈ છે. એક બાજુ રાહત અને બચાવ માટે એનડીઆરએફની વધારાની ટુકડીઓ ઉત્તર પ્રદેશથી ગુજરાતમાં પહોંચી ગઈ છે તો સંદેશો વ્યવહાર માટે વીજળી અને મોબાઇલના ટાવરો કાર્યરત ન હોય ત્યારે પણ મેસેજની આપલે માટે રાજકોટ ખાતે હેમ રેડિયો સ્ટેશન કાર્યરત કરાયું છે.

વાવાઝોડાના પગલે પોરબંદર કોસ્ટગાર્ડે તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. પોરબંદરના દરિયા કાંઠે 7 જહાજો અને બે હેલિકોપ્ટર સાથે કોસ્ટગાર્ડ રાહત-બચાવ માટે રેસ્ક્યૂ રહેશે. કોસ્ટગાર્ડે આજે મેપ સાથે તૈયારીઓનું નિદર્શન કર્યુ હતું.વાવાઝોડાના લીધે 7મી નવેમ્બરે રાજ્યના ભાવનગર, સુરત ભરૂચ, આણંદ, બરોડા જિલ્લાના અનેક સ્થળોએ ભારે વરસાદ વરસી શકશે.

હવામાન વિભાગના અનુમાન મુજબ ૮મી નવેમ્બરે વાવાઝોડું એકદમ નબળું પડી જશે. હવામાન વિભાગના આંકલન મુજબ આ વાવાઝોડું વધારે નબળું પણ પડી શકે છે.દરમિયાન રાજ્યમાં એનડીઆરએફની ૬ ટુકડીઓ ઉત્તર પ્રદેશથી ગુજરાતના જામનગર ખાતે આવી પહોંચી છે અને ત્યાથી જૂનાગઢ, ગીરસોમનાથ અને પોરબંદર જવા રવાના થશે.

હવામાન વિભાગના આંકલન મુજબ આ વાવાઝોડું વધારે નબળું પણ પડી શકે છે.વાવાઝોડું ’મહા’ ગુજરાત તરફ ફંટાઈ ગયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ 7મી નવેમ્બરે વાવાઝોડું સવારે સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ટકરાશેવાવાઝોડું ધીરે ધીરે નબળું પડી રહ્યું છે.