હાર્દિક પટેલે ગુજરાત સરકારને આપ્યું સાત દિવસનું અલ્ટીમેટમ, કહ્યું ખેડુતોની સમસ્યાઓનું કરે નિરાકરણ

ફરી એક વાર હાર્દિક પટેલ એક્શનમાં છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા ખેડુતો વિશેના આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા નથી પણ કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે ફરીવાર આંદોલનનું બ્યૂગલ ફૂંકી દીધું છે. આ વખતે હાર્દિક પટેલે ખેડુતોને લઈ ગુજરાત સરકારને ચેતવણી આપી છે.

રાજકોટ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં હાર્દિક પટેલે કહ્યું કે ગુજરાતની ભાજપ સરકાર ખેડુતોના હિતમાં કામ નહીં કરશેતો ખેડુત વિરુદ્વમાં બોલશે અને લડશે પણ. ગુજરાત સરકાર પાસે સાત દિવસનો સમય છે અને આ સાત દિવસ દરમિયાન ગુજરાત ખેડુતોના હિતમાં નિર્ણય નહીં કરે તો જનઆંદોલનનો સામનો કરવા તૈયાર રહે.