હવે અરબી સમુદ્રમાં બીજું ચક્રવાત પાઇપલાઇનમાં છે અને આનું નામ બુલબુલ વાવાઝોડું રાખવામાં આવશે જે બંગાળની ખાડીમાં ઉદ્દભવશે. ઉત્તર આંદામાન સમુદ્રમાં લો-પ્રેશર સર્જાયું છે. પાંચમી કે છઠ્ઠી નવેમ્બરની આસપાસ પશ્ચિમ-પશ્ચિમ દિશામાં આગળ વધવાની અને પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં તીવ્ર ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની શક્યતા જોવામાં આવી રહી હોવું સ્કાયમેટ વેધરે જણાવ્યું છે.
સ્કાયમેટે જણાવ્યું છે કે હાલમાં અપેક્ષા રાખીએ છીએ કે સિસ્ટમ પશ્ચિમ-વાયવ્ય દિશામાં તેની હિલચાલ ચાલુ રાખશે અને વધુ તીવ્રતા અને વધુને વધુ ચક્રવાત તરફ ગતિશીલ બનાવશે. સમુદ્ર સપાટીનું તાપમાન અનુકૂળ છે અને આશરે 29-30 ડિગ્રી સેલ્સિયસ છે. અમારા નિષ્ણાતો માને છે કે આ હવામાન પદ્ધતિ ઓછામાં ઓછા આવતા 6 દિવસ સુધી સમુદ્રમાં રહેશે જે તેની તીવ્રતા માટે પૂરતું હશે.
આ સિસ્ટમ ઉત્તર આંધ્રપ્રદેશ અને ઓડિશા કાંઠા તરફ આગળ વધશે. ઓક્ટોબર મહિનામાં, ચક્રવાત સામાન્ય રીતે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ તરફ જાય છે. નવેમ્બર મહિનામાં આંધ્રપ્રદેશ અને ઓડિશા આ ચક્રવાતનું જોખમ છે. ખાસ કરીને, ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશા દરિયાકિનારામાં ચક્રવાત વધુ છે. છેવટે, ડિસેમ્બર મહિનામાં, ચક્રવાતની અસર તામિલનાડુ ક્ષેત્ર પર પડે છે.
ચક્રવાત પાબુક અને ફેની પછી બંગાળની ખાડીમાં આ ત્રીજું ચક્રવાત બનશે. ચક્રવાત પાબુકની રચના જાન્યુઆરી 2019ના પહેલા અઠવાડિયામાં થઈ હતી અને ત્યારબાદ તે આંદામાન અને નિકોબાર ટાપુઓ અ મ્યાનમાર તરફ આગળ વધ્યો હતો. જ્યારે ચક્રવાત ફની મે 2019ના પહેલા અઠવાડિયામાં સર્જાયું હતું અને ઓડિશાને અસર કરી હતી. તેણે કોલકાતા સહિત પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતને અસર કરી હતી.
અત્યાર સુધીમાં અરબી સમુદ્ર, ચક્રવાત વાયુ, ચક્રવાત હિક્કા, ચક્રવાત ક્યાર અને હવે ચક્રવાત મહામાં ચાર ચક્રવાતની રચના થઈ ચુકી છે.
ચક્રવાત બુલબુલ 2019નો સાતમો ચક્રવાત છે જે ભારતને અસર કરશે. જ્યારે સાત ચક્રવાતનો રેકોર્ડ જોઈએ તો 2018ની સરખામણીએ 2019માં સમુદ્રમાં વધુ ચક્રવાત સર્જાયા છે. આ સિસ્ટમના પગલે, ભારતના પૂર્વ કિનારે, ખાસ કરીને આંધ્રપ્રદેશ અને ઓડિશામાં 9 નવેમ્બરની વચ્ચે મુશળધાર વરસાદની સંભાવના છે.